Mirabai Chanu Wins Medal: જાણો કોણ છે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂ
મણિપુરની રાજધાની ઇમ્ફાલની રહેવાસી મીરાબાઇ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ ઇમ્ફાલમાં થયો હતો.
મીરાબાઈ ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનું પ્રથમ મેડલ છે.
મણિપુરની રાજધાની ઇમ્ફાલની રહેવાસી મીરાબાઇ ચાનૂનો જન્મ 8 ઓગસ્ટ 1994ના રોજ ઇમ્ફાલમાં થયો હતો. 26 વર્ષીય મીરાબાઇને બાળપણથી તિરંદાજીનો શોખ હતો અને તે તેમાં કરિયર બનાવવા માંગતી હતી. પરંતુ આઠમા ધોરણ બાદ તેઓને વેટલિફ્ટિંગમાં રસ પડ્યો. બાદમાં વેટલિફ્ટિંગમાં પણ આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. વાસ્તવમાં ઇમ્ફાલની વેટલિફ્ટર કુંજરાનીને પ્રેરણા માની ચાનૂએ વેટલિફ્ટિંગમાં આગળ વધવાનો નિર્ણય લીધો હતો. ચાનૂએ 11 વર્ષની ઉંમરમાં એક લોકલ વેટલિફ્ટિંગ સ્પર્ધામાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાદમાં તેણે વૈશ્વિક અને એશિયાઇ જૂનિયર ચેમ્પિયનશીપ સ્પર્ધામાં ભાગ લઇને પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી હતી જ્યાં બંન્નેમાં મેડલ જીત્યા હતા.
મણિપુરની મીરાબાઈ ચાનૂને આટલી ઉંચાઈ સુધી પહોંચવું એટલું સરળ ન હતું. પોતાના સપનાને પૂરા કરવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. આ સફર દરમિયાન ચાનૂને તેના પરિવારનો પુરો સહયોગ મળ્યો. પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં તેના માતા-પિતેએ દરેક મુશ્કેલીનો સામનો કરીને ચાનૂની આહાર સંબંધિત જરૂરતોથી લઈને બીજી અન્ય તમામ જરૂરતો પૂરી કરી. એનું જ આજે પરિણામ છે કે ચાનૂ સતત પોતાના પરિવાર અને દેશનું નામ ઉંચું કરી રહી છે.
મીરાબાઈ આ પહેલા પણ જીતી ચૂકી છે મેડલ
મીરાબાઈ ચાનૂ અત્યાર સુધી દેશમાં અનેક મેડલ જીતી ચૂકી છે. વર્ષ 2014માં કોમનવેલ્થ ગેમ્સમાં તેને સિલ્વર મેડલ મળઅયો હતો. 2017માં રમાયેલ વર્લ્ડ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ વર્ગમાં તેને ગોલ્ડ મેડલ જીત્યચો હતો. જ્યારે 2018માં કોમન વેલ્થ ગેમ્સમાં પણ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એપ્રિલ 2021માં તાશ્કંદમાં એશિયાઈ વેટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 49 કિલોગ્રામ ક્લીન એન્ડ ચર્કમાં 119 કિલોગ્રામ ઉપાડીને નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. બીજી બાજુ ચાનૂને સ્નેચમાં ખરાબ પ્રદર્શનને કારણે એશિયન મીટમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
મીરાબાઈને મળ્યા છે અનેક પુરસ્કાર
મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે ચાનૂને સન્માનિત કરી અને તેને 20 લાખ રૂપિયાનો પુરસ્કાર આપ્યો. તેને 2018માં ભારતના સર્વોચ્ચ નાગરિક ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવી. ચાનૂને 2018માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતી.