CAS Full Verdict: વિનેશ ફોગાટને કેમ ના મળ્યો સિલ્વર મેડલ? જાણો કોર્ટે શું આપ્યું કારણ?
CAS Full Verdict: આ પછી વિનેશે CASમાં (CAS Full Verdict) અપીલ કરી હતી. તેની માંગ હતી કે તેને આ ઈવેન્ટમાં જોઈન્ટ સિલ્વર મેડલ આપવામાં આવે
CAS Full Verdict: પેરિસ ઓલિમ્પિક્સ 2024 દરમિયાન ભારતીય સ્ટાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat) 6ઠ્ઠી ઓગસ્ટના રોજ સતત 3 મેચ જીતીને અને 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પ્રવેશ કરીને સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો. ફાઇનલ મેચ 7મી ઓગસ્ટની રાત્રે યોજાવાની હતી, પરંતુ વિનેશને તે જ સવારે ગેરલાયક ઠેરવવામાં આવી હતી કારણ કે મેચ પહેલા તેનું વજન 100 ગ્રામ વધુ હતું.
આ પછી વિનેશે CASમાં (CAS Full Verdict) અપીલ કરી હતી. તેની માંગ હતી કે તેને આ ઈવેન્ટમાં જોઈન્ટ સિલ્વર મેડલ આપવામાં આવે. પરંતુ આ કેસમાં નિર્ણય 14 ઓગસ્ટે આવ્યો અને CASએ વિનેશની અપીલને ફગાવી દીધી. તે સમયે CAS એ માત્ર ચુકાદો આપ્યો હતો. નિર્ણય અંગે કોઈ નિવેદન કે અહેવાલ જાહેર કર્યો ન હતો.
પરંતુ હવે CAS એ સોમવારે (19 ઓગસ્ટ) ના રોજ નિર્ણયનો વિગતવાર રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં લાંબી પ્રક્રિયાની વિગતો આપવામાં આવી છે. CASનો આ નિર્ણય અહેવાલ 24 પાનાનો છે. આમાં CAS કાર્યવાહીનો સમાવેશ થાય છે. સમગ્ર નિર્ણય આ રીતે જોઈ શકાય છે.
- એમાં કોઈ વિવાદ નથી કે અરજદાર (વિનેશ ફોગાટ) બીજી વખત (ફાઇનલ પહેલા) વજન દરમિયાન અસફળ સાબિત થઇ હતી. એટલે કે તેનું વજન 50 કિલોગ્રામ વજનની કેટેગરી કરતા વધુ હતું. આમાં તેણીનું (વિનેશ) માનવું હતું કે તે વજનમાં એક નાનો વધારો (100 ગ્રામ વજન) હતો. તેને માસિક ધર્મ, વોટર રેટેન્સન, હાઇડ્રેટની જરૂરિયાત અને એથ્લિટ વિલેજ સુધીની મુસાફરીના કારણે સમય મળી શક્યો ન હતો. વગેરેના કારણો સમજી શકાય છે.
- એથ્લેટ્સ માટે સમસ્યા એ છે કે વજન સંબંધિત નિયમો સ્પષ્ટ છે અને દરેક માટે સમાન છે. તેમાં કેટલું વધારે છે એ જોવા માટે કોઇ સહનશીલતા આપવામાં આવી નથી. તે સિંગલેટ (ફાઇટિંગ દરમિયાન પહેરવામાં આવતી જર્સી) ના વજનની પણ મંજૂરી આપતું નથી. એ પણ સ્પષ્ટ છે કે એથ્લેટે પોતે જોવું પડશે કે તેનું વજન નિયમ પ્રમાણે છે.
- નિયમોમાં કોઈ વિવેકાધિકાર (Discretion) આપવામાં આવ્યો નથી. તેને લાગુ કરવા માટે એકમાત્ર આર્બિટ્રેટર (Sole Arbitrator) પુરી રીતે બાધ્ય છે. એકમાત્ર મધ્યસ્થ આ દલીલમાં પણ યોગ્યતા શોધે છે કે ફાઈનલ પહેલા જે વજન કરવામાં આવ્યું હતું તે નિયમની વિરુદ્ધ હતું તો અરજદાર (વિનેશ)ને ફાઈનલ માટે અયોગ્ય માનવામાં આવવી જોઇએ. એટલે કે તેને સિલ્વર આપવામાં આવવો જોઇએ પરંતુ અરજદાર માટે કમનસીબે નિયમોમાં આ સુવિધા આપવામાં આવી નથી.
- એથ્લેટ વિનંતી કરી છે કે અપીલ માટે કરવામાં આવેલા નિર્ણયને એ રીતે અલગ રાખવામાં આવે કે નિયમોના આર્ટિકલ 11 માં દર્શાવેલ પરિણામો લાગુ ન થાય અથવા કલમ 11 નો અર્થ એ રીતે સમજવામાં આવે કે આ ફક્ત ટુનામેન્ટના અંતિમ તબક્કામાં લાગુ થાય અને આ ટુર્નામેન્ટની શરૂઆતથી લાગુ ના થાય. તે વિવાદનો વિષય નથી કે એથ્લેટ બીજી વખત વજન માપવામાં નિષ્ફળ રહી. અરજદારે નિયમોની કલમ 11ને પડકારી નથી. તેનો મતલબ એ છે કે નિર્ણય કાયદેસર રીતે લેવામાં આવ્યો હતો અને કલમ 11 લાગુ પડે છે.
- એથ્લેટે એવી પણ માંગ કરી છે કે વજનના નિયમોમાં આપવામાં આવેલી મર્યાદાને તે દિવસના તેની વ્યક્તિગત પરિસ્થિતિઓ અનુસાર બદલવી જોઇએ અને એ લિમિટ પર સહનશીલતા લાગુ કરવામાં આવે. એટલે કે 100 ગ્રામ વજનને વધુ સમજવામાં ના આવે અને 50 કિગ્રા વેટ કેટેગરીમાં રમવાની મંજૂરી આપવામાં આવે. પરંતુ જો નિયમોને જોવામાં આવે તો તેમાં આવી કોઇ છૂટછાટની જોગવાઇ નથી. નિયમ સ્પષ્ટ છે કે 50 કિગ્રા વેટ એક લિમિટ છે. તેમાં વ્યક્તિગત રીતે પણ છૂટ કે વિવેકાધિકાર આપવાની કોઇ જોગવાઇ નથી.
- પ્રથમ દિવસે એથ્લેટ વજન માપવામાં સફળ રહી હતી. એટલે કે વજન નિયમ મુજબ હતું. તેણે બીજા દિવસે એટલે કે ફાઈનલ પહેલા પણ તેનું વજન યોગ્ય હોવું જરૂરી હતું. નિયમોની કલમ 11ના અમલને કારણે તે (વિનેશ) ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને કોઈપણ રેન્ક વિના છેલ્લા સ્થાને આવી ગઈ હતી. તેણે તેની પાસેથી સિલ્વર મેડલ પણ છીનવી લીધો, જે તેણે સેમિફાઇનલ જીતીને નિશ્ચિત કરી દીધો હતો. આના પર તેણી (વિનેશ)ની દલીલ છે કે તે સિલ્વર મેડલ માટે લાયક છે અને 6ઠ્ઠી ઓગસ્ટે (પ્રથમ દિવસે) તે વજન માપવામાં સફળ રહી હતી તેને બીજા દિવસે પણ લાગુ કરવામાં આવે.
- એથ્લેટે એ પણ સ્વીકાર્યું છે કે તે નિયમો અનુસાર અયોગ્ય બની ગઈ છે. જેના કારણે સેમિફાઇનલમાં તેમની સામે હારેલા ખેલાડીઓ ફાઇનલ રમવા માટે લાયક બન્યા છે. માત્ર તેને સિલ્વર કે ગોલ્ડ મેડલ આપવામાં આવે. તે (વિનેશ) નથી ઈચ્છતી કે અન્ય કોઈ રેસલર તેનો મેડલ ગુમાવે. તે સંયુક્ત રીતે બીજો સિલ્વર મેડલ ઈચ્છે છે. આવી સ્થિતિમાં એવો કોઈ નિયમ નથી કે જેના આધારે અરજદાર (વિનેશ)ને સંયુક્ત રીતે બીજો સિલ્વર મેડલ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવે.
- યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) ના નિયમોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કુસ્તીબાજ માત્ર ટૂર્નામેન્ટની શરૂઆતમાં જ રમવા માટે લાયક હોય એ જરૂરી નથી પરંતુ તે સમગ્ર ટુનામેન્ટમાં આ માટે પાત્ર હોવી જોઇએ. એટલે કે પ્રથમ મેચથી લઇને ફાઇનલ સુધી. આવી સ્થિતિમાં નિયમોમાં આંશિક છૂટછાટ આપવાનો કોઈ અધિકાર નથી. આનાથી સમજી શકાય છે કે આ નિયમો શા માટે પ્રદાન કરે છે કે જો કોઇ કુસ્તીબાજને એક વાર સ્પર્ધા દરમિયાન ગેરલાયક ઠેરવવામાં આવે છે તો કલમ 11 માં દર્શાવેલ પરિણામો લાગુ પડે છે.
- આ બધા નિયમો અને મુદ્દાઓનો અર્થ એ છે કે એકમાત્ર આર્બિટ્રેટર એથ્લેટ (વિનેશ) દ્વારા માંગવામાં આવેલી રાહત આપવાનો ઇનકાર કરે છે અને તેણીની અરજીને ફગાવી દે છે.
- એકમાત્ર આર્બિટ્રેટરને જાણવા મળ્યું છે કે એથ્લેટ (વિનેશ) રમતના મેદાનમાં પ્રવેશ કર્યો અને પહેલા જ દિવસે 3 રાઉન્ડમાં મેચ જીતી. તેના આધારે તે પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં 50 કિગ્રા વજન વર્ગની કુસ્તીની ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ તે બીજા દિવસે વજનની કેટેગરીમા નિષ્ફળ ગઈ અને ફાઈનલ માટે અયોગ્ય જાહેર થઈ. તેણી (વિનેશ) તરફથી કોઈ ગેરરીતિ (ગેરકાયદેસર) થયાના કોઈ સંકેત નથી.