Paris Paralympics 2024: 10મા દિવસે પેરાલિમ્પિક્સ ભારતની કમાલ, સિમરને બોન્ઝ તો નવદીપે જીત્યો સિલ્વર અને મળ્યો ગોલ્ડ
Gold And Bronze Medal: પેરિસ પેરાલિમ્પિક્સના 10મા દિવસે, ભારતનો પહેલો મેડલ બ્રોન્ઝના રૂપમાં આવ્યો. ત્યારબાદ દેશને ગોલ્ડના રૂપમાં દિવસનો બીજો મેડલ મળ્યો.
Gold And Bronze Medal: પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓનું વિસ્ફોટક પ્રદર્શન ચાલુ છે. 7 સપ્ટેમ્બર (શનિવાર), ભારતના નવદીપ સિંહે પુરુષોની જેવલિન થ્રો (F41) ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે મહિલાઓની 200 મીટર (T12) ઈવેન્ટમાં ભારતની ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ સિમરન શર્માએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે, પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતની મેડલ સંખ્યા હવે 29 પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 14 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારત અત્યારે મેડલ ટેલીમાં 15મા નંબર પર છે.
Medal No. 2⃣8⃣ for 🇮🇳🤩🥳#ParaAthletics: Women's 200 M T12 Final👇
Simran Sharma clinches her first #Paralympic medal at #ParisParalympics2024, securing a #Bronze🥉with a personal best timing of 24.75 seconds.
Many congratulations, Simran!🥳
Keep chanting #Cheer4Bharat and… pic.twitter.com/909qzjRI1H — SAI Media (@Media_SAI) September 7, 2024
ઈરાનના ખેલાડીને ફાઈનલ મેચમાં અયોગ્ય ઠેરવવામાં આવ્યો હતો
નવદીપ સિંહે તેના બીજા પ્રયાસમાં 47.32 મીટર જેવલિન ફેંક્યો હતો, જે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. જોકે આ ઈવેન્ટમાં ઈરાનનો સાદેગ સયાહ બેત (47.64 મીટર) ટોચ પર હતો, પરંતુ સ્પર્ધાના અંત પછી તેને ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો. જેના કારણે ભારતીય એથ્લેટ નવદીપને ફાયદો થયો અને તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો. ચીનના પેંગ્ઝિયાંગ સન (44.72 મીટર)એ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઇરાકના વિલ્ડન નુખૈલાવી (40.46 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ફાઈનલમાં નવદીપનું પ્રદર્શન
- પ્રથમ પ્રયાસમાં -ફાઉલ
- સેકન્ડ થ્રો - 46.39 મીટર
- ત્રીજો થ્રો - 47.32 મીટર
- ચોથો થ્રો - ફાઉલ
- ફિફ્થ થ્રો - 46.05 મીટર
- છઠ્ઠો થ્રો - ફાઉલ
બીજી તરફ, મહિલાઓની 200 મીટર (T12) ઇવેન્ટની ફાઇનલમાં, સિમરન શર્માએ 24.75 સેકન્ડમાં રેસ પૂરી કરી. આ ઈવેન્ટમાં ક્યુબાના ઓમારા ઈલિયાસ ડ્યુરાન્ડે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓમારાએ 23.62 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. વેનેઝુએલાની પાઓલા અલેજાન્દ્રા લોપેઝ પેરેઝ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી. પાઓલાએ રેસ પૂરી કરવામાં 24.19 સેકન્ડનો સમય લીધો હતો.
ભારતે પેરાલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ટોક્યો પેરાલિમ્પિક્સ 2020માં ભારતે 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. કુલ 19 મેડલ સાથે, આ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. પેરા એથ્લેટ મુરલીકાંત પેટકરે 1972માં પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતને પહેલો મેડલ જીતાડ્યો હતો. મુરલીકાંત પેટકર એ જ ખેલાડી છે જેમના જીવન પર બનેલી ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' પણ તાજેતરમાં રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો...