T20 WC : ભારત-પાકિસ્તાન મેચના દિવસે સાનિયા મિર્ઝાએ કયુ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, ઇન્સ્ટાગ્રામ પર આવીને મેચ વિશે શું કહ્યું, જુઓ............
સાનિયા મિર્ઝા આવુ એટલા માટે કરશે, કેમ કે સોશ્યલ મીડિયા પર મેચ દરમિયાન ઉભા થનારા ખરાબ માહોલથી બચી શકે.
![T20 WC : ભારત-પાકિસ્તાન મેચના દિવસે સાનિયા મિર્ઝાએ કયુ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, ઇન્સ્ટાગ્રામ પર આવીને મેચ વિશે શું કહ્યું, જુઓ............ T20 World Cup 2021: Sania Mirza said she will stay away from social media on India vs Pakistan match day T20 WC : ભારત-પાકિસ્તાન મેચના દિવસે સાનિયા મિર્ઝાએ કયુ કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી, ઇન્સ્ટાગ્રામ પર આવીને મેચ વિશે શું કહ્યું, જુઓ............](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/21/fbe207dbbfd0b8cf542cd3420f3b26b6_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં ભારત-પાકિસ્તાન (India-Pakistan) મેચને લઇને રોમાંચ વધવા લાગ્યો છે. બન્ને દેશોના ક્રિકેટ ફેન્સ આનો ઇન્તજાર કરી રહ્યાં છે, ત્યારે 24 ઓક્ટોબરે જ ખબર પડશે કે શું થવાનુ છે. પરંતુ ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટી20 મેચ પહેલા ભારતીય ટેનિસ સ્ટાર અને પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાએ મોટુ નિવેદન આપીને બધાં ચોંકવી દીધા છે. સાનિયા (Sania Mirza)નો પ્લાન થોડો હટકે છે, તે મેચના દિવસે સોશ્યલ મીડિયાથી દુર જ રહેશે, તેનુ કારણે મેચનો આનંદ લેવાનો નહીં પરંતુ કંઇક બીજુ જ છે.
સાનિયા મિર્ઝા આવુ એટલા માટે કરશે, કેમ કે સોશ્યલ મીડિયા પર મેચ દરમિયાન ઉભા થનારા ખરાબ માહોલથી બચી શકે. ખરેખરમાં સાનિયા ભારતની છે અને તેનો પતિ શોએબ મલિક પાકિસ્તાનનો છે. ટી20 વર્લ્ડકપમાં શોએબ પાકિસ્તાની ટીમનો ભાગ છે. સાનિયા પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચની ટ્રૉલિંગનો શિકાર થઇ ચૂકી છે. તેથી તેને શીખ લીધી છે કે તે આ વખતે આમાં પડશે નહીં.
સાનિયા મિર્ઝાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહામુકાબલા વાળા દિવસે સોશ્યલ મીડિયાથી દુરી બનાવવાની જાણકારી ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી. તેને લખ્યું- ભારત અને પાકિસ્તાન મેચના દિવસે ઝેરીલા માહોલથી બચવા માટે સોશ્યલ મીડિયાથી તે ગાયબ રહેશે. બાય-બાય.....
સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકની સાથે લગ્ન કર્યા છે. શોએબ ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમમાંથી રમી રહ્યો છે. શોએબ મલિકનુ સિલેક્શન પહેલા ન હતુ થયુ, પરંતુ પાછળથી સોહેલ મકસૂદની જગ્યાએ તેની ટીમમાં વાપસી થઇ. સોહેબ પીઠના દુઃખાવાના કારણે ટી20 વર્લ્ડકપમાંથી ટીમમાંથી બહાર થઇ ગયો છે.
પાકિસ્તાનની 15 સભ્યોની ફૂલ સ્ક્વૉડ-
બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન (ઉપકેપ્ટન), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, હારિસ રાઉફ, હસન અલી, ઇમાદ વસીમ, મોહમ્મદ હાફિઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝાવાન (વિકેટકીપર), મોહમ્મદ વસીમ જૂનિયર, સરફરાજ અહેમદ (વિકેટકીપર), શાહિન શાહ આફ્રિદી, શોએબ મલિક.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)