Watch: 'પુષ્પા'નો ફેન થયો WWE રેસલર ધ ગ્રેટ ખલી, બોલ્યો- મેં ઝૂકેગા નહીં.................
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ટેબલની સામે માથુ નમાવીન બેઠેલા ધ ગ્રેટ ખલી દેખાઇ રહ્યો છે.
The Great Khali On Pushpa: દુનિયાભરમાં આજકાલ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂન (Allu Arjun)ની ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'નો જાદુ દરેકના માથે ચઢીને બોલી રહ્યો છે. તમામ ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર્સ બાદ હવે રેસલિંગ ચેમ્પિયન ધ ગ્રેટ ખલી પણ પુષ્પાનો ફેન થયો છે. ખલી સોશ્યલ મીડિયા પર પુષ્પાના સૌથી જાણીતા ડાયલૉગ લિપસિંગ કરતો દેખાઇ રહ્યો છે. ધ ગ્રેટ ખલી (The Great Khali)નો આ વીડિયો મીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ટેબલની સામે માથુ નમાવીન બેઠેલા ધ ગ્રેટ ખલી દેખાઇ રહ્યો છે. આ પછી અલ્લૂ અર્જૂનના જાણીતા ડાયલૉગ ‘પુષ્પા... પુષ્પા રાજ.. મેં ઝૂકેગા નહીં....’ને રિક્રેએટ કરે છે. વીડિયોમાં ધ ગ્રેટ ખલીના એક્સપ્રેશન્સ પણ કમાલના લાગી રહ્યાં છે. તેને અલ્લુ અર્જૂનના તેવરને મેચ કરવાની જબરદસ્ત કોશિશ કરી છે.
ખલીનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આની સાથે જ તમામ સોશ્યલ મીડિયા યૂઝર્સ ખલીના આ વીડિયો પર મજેદાર રિએક્શન્સ આપી રહ્યાં છે. જ્યાં ખલીના એક ફેને કૉમેન્ટ કરતા લખ્યું- સર તમને કોણ નમાવી શકે છે. વળી બીજા યૂઝરે લખ્યું- સરને ઝૂકાવવા વાળો હજુ પેદ ક્યાં થયો છે.
View this post on Instagram
આ પણ વાંચો.........
શું IPL 2022માં ભાગ નહી લે ઇગ્લેન્ડના ખેલાડીઓ? સામે આવી આ મોટી જાણકારી
ADR: BJP દેશની સૌથી અમીર રાજકીય પાર્ટી, 2019-20માં પાર્ટીએ 4847 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી
JioPhoneથી પણ સસ્તો ફોન લાવશે આ કંપની ? જાણો ઓછા બજેટવાળા ગ્રાહકો માટે શું બનાવ્યો પ્લાન..........
WhatsApp Web પર આવ્યુ નવુ ફિચર, હવે વધારે સિક્યૉર થઇ જશે તમારુ એકાઉન્ટ, જાણો કઇ રીતે...........