Banaskantha News । બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો કુદરતના સહારે
Banaskantha News । બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો કુદરતના સહારે
સમગ્ર ગુજરાતમાં હાલ કાળજાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં પણ ગરમી હાલ સાતમા આસમાને જોવા મળી રહી છે ગરમીના પ્રકોપથી બચવા લોકો અનેક ઉપાય કરતા જોવા મળતા હોય છે શહેરોમાં તો ગરમીથી બચવા એસી કુલર પંખાનો સારો લેતા જોવા મળતા હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં લોકો કુદરતના સહારે જોવા મળતા હોય છે આખો દિવસ ગરમીમાં શેકાઈ રહેલા લોકો મોડી રાતે અગાસીમાં નીંદર માણતા જોવા મળી રહ્યા છે પરિવાર સાથે મોડી રાત સુધી ગપસપ કર્યા બાદ અગાસીમાં ઠંડા પવનના અહેસાસ કરતા લોકો મોડી રાત સુધી બેઠેલા નજરે પડ્યા અનેક ગ્રામ્ય વિસ્તારમાં શેરીમાં સુતા હોય છે કે પછી રાતમાં અગાસી ઉપર પોતાના ખાટલા અને ગાદલા પાથરી સુતા જોવા મળતા હોય છે બનાસકાંઠા જિલ્લાના લોકોની વાત કરવામાં આવે તો આવી ગરમી પહેલીવાર જોવા મળી છે 45 46 ડિગ્રી તાપમાનમાં લોકો મજૂરી કરી સાંજે આકાશમાં મીટ માંડી ઠંડી હવા નો અહેસાસ કરી રહ્યા છે.