Shaktisinh Gohil | શક્તિસિંહના ગંભીર આરોપ | મોબાઇલનું કેલ્ક્યુલેટર નાનું પડે એટલો ભ્રષ્ટાચાર
Shaktisinh Gohil | ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની પ્રેસ. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનો સરકાર પર ગંભીર આરોપ. ગોહિલે રાજ્ય સરકાર પર લગાવ્યા ભ્રષ્ટ્રાચારના આરોપ. ભાજપના મહાકાય ષડયંત્રમાં 12 અબજ 20 કરોડનો ભ્રષ્ટ્રાચાર કર્યો છે. ભાજપ કહેતું હતું કે ભરોસાની ભાજપ. હું કહું છું ભરોસાની નહિ ભ્રષ્ટ્રાચારની ભાજપ છે. ભાજપે જાહેર સાહસોને ભ્રષ્ટ્રાચાર બનાવવાના અડ્ડા બનાવી દીધા. નાના ઉદ્યોગકારો માટે ગુજરાતમાં જીઆઈડીસી બનાવવામાં આવી. ભાજપ સરકાર GIDCમાં ભ્રષ્ટ્રાચાર કરવા ષડયંત્ર કરે છે. દહેજ અને સાયખામાં GIDCના નામે ભાજપે ષડયંત્ર કર્યું. દહેજ અને સાયખમાં વિદેશમાં બેન્ડ છે તેવા ઉધોગોને લાવવા ષડયંત્ર રચ્યું. જીઆઈડીસીએ પ્લોટ આપવા જાહેરાત બહાર પાડી. GIDCના ભ્રષ્ટ્રાચાર મુદ્દે શક્તિસિંહ ગોહિલના મુખ્યમંત્રી પર પ્રહાર. મૃદુ અને મક્કમ નહિ મજબૂત બાનો. આવા મૃદુ રહેશો તો દાદા ભગવાન પણ માફ નહિ કરે. ભ્રષ્ટાચાર મુદ્દાની તપાસ કરવા ખેડા જાવ છો. તમારા નાક નીચે આટલો મોટો ભ્રષ્ટાચાર થયો તે ખબર નથી. મામલતદારની બદલી કરો છે, ક્યાં મંત્રીએ આ કર્યું તે ખબર નથી. હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ થાય. ભાજપની પ્રિય એજન્સી ED અહી તપાસ કરે. આ મની લોન્ડ્રિંગ છે. ED, ઇન્કમ ટેકસ અને CBI આ મામલાની તપાસ કરે.