Amreli: સાવરકુંડલા પંથકમાં કેરીની ખેતી કરતાં ખેડૂતોની માઠી બેઠી, એક જ વૃક્ષના અડધા ભાગમાં ફાલ તો અડધો ભાગ ખાલીખમ
સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચાઓમાં જાન્યુઆરી માસમાં ફાલ આવી જતા હોય છે. ફાલ આવ્યા બાદ જ કેરીઓ નાની નાની ખાખટી સ્વરૂપે આવે છે.

Agriculture News: જાન્યુઆરી માસ આવતા જ આંબાના વૃક્ષમાં કેરીના આવરણોનો આવવાની શુભ શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચા કરીને ખેતી કરતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય અને આંબાના વૃક્ષોને ગ્રહણ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો હોય તેમ લાગી રહ્યું છે. પરિણામે આંબાના બગીચાની ખેતી કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આંબાના વૃક્ષોની ખેતી કરીને વાર્ષિક કમાણી કરતા ખેડૂતોની શું છે સ્થિતિ જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં..
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા મથકમાં આંબાની ખેતી કરતા ખેડૂતોના વૃક્ષો ની સ્થિતિ આંબાના વૃક્ષો પર ફાલ આવી રહ્યો હોય તેવું વૃક્ષો પરથી જણાઈ રહ્યું છે પણ એક જ આંબાના વૃક્ષ પરથી એક સાઈડમાં ફાલ આવી ગયો છે તો એ જ વૃક્ષમાં અડધા ભાગમાં આંબાના વૃક્ષો ફાલ વિનાના અડીખમ ઊભા છે. અમરેલી જિલ્લામાં આઠ હજાર હેક્ટરમાં આંબાના વૃક્ષોના બગીચાઓ આવેલા છે, સાવરકુંડલા પંથકમાં આંબાના બગીચાઓમાં જાન્યુઆરી માસમાં ફાલ આવી જતા હોય છે. ફાલ આવ્યા બાદ જ કેરીઓ નાની નાની ખાખટી સ્વરૂપે આવે છે.
જાન્યુઆરી માસમાં આંબાઓ પર ફાલ મોર આવી જતા હોય છે અને માર્ચના શરૂઆતમાં આંબાઓ પર કેરીઓ આવી જતી હોય છે ત્યારે હાલ કેરીનો પાક પકવતા, આંબાવાડી બનાવતા સાવરકુંડલા પંથકના ખેડૂતો હેરાન પરેશાન થયા હોય તેમ લાગે છે. તાઉતે વાવાઝોડા વીત્યાનાં બીજા વર્ષમાં કેસર કેરીના શોખીનો આ વખતે કેસર કેરીનો સ્વાદ અધૂરો રહેવાની અટકળો પણ આંબાના વૃક્ષો પરથી જોવા મળી રહી છે. વાર્ષિક કમાણી આંબાની ખેતી પર હોય અને કેરી પકવીને આખા વર્ષની કમાણી કરતા ખેડૂતોને ગયા વર્ષે તાઉતે વાવાઝોડાની અસરથી મોટાભાગના આંબાના વૃક્ષોનો સોથ બોલી ગયો હતો પરંતુ જે બચી ગયેલા આંબાઓ છે તેને ઉભા કરીને આ વર્ષે સરભર કરવાની ગણતરી ખેડૂતોની ઉલટી પડે તેવા સમીકરણો આ જાન્યુઆરી માસમાં જોવા મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે.
આંબા પર વાર્ષિક કમાણી કરીને 10 થી 12 લાખ રૂપિયાનો બગીચો આપતા ખેડૂતોના આંબાની કેરીનો ઇજારો રાખવા વાળા પણ હાલ મળી રહ્યા નથી. કારણ એ છે કે આંબા પર જે ફાલ આવવો જોઈએ તે સાવરકુંડલા પંથકમાં આંબાના વૃક્ષમાં અડધા ભાગમાં જ ફાલ આવ્યો છે જ્યારે અડધો ભાગ ખાલી ખમ પડ્યો છે. ખેડૂતો આંબાના બગીચાની ખેતી છોડવાનું વિચારી રહ્યા છે ત્યારે અમરેલી બાગાયત વિભાગ દ્વારા સાવરકુંડલા પંથકમાં જ અમુક જગ્યાએ આવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનું કહે છે પરંતુ ધારી,રાજુલા, ખાંભા વિસ્તારમાં આવરણ કેરીના પાકમાં સારું આવશે તેવું બાગાયત અધિકારી જણાવી રહ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
