Fertilizers: ગુજરાતના આ જિલ્લામાં DAP ખાતરની સર્જાઈ અછત, ખેડૂતો પરેશાન
DAP Fertilizer: ગત ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા રાજ્યોમાં ખેડૂતો ખાતર માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા.
Agriculture News: ગુજરાતમાં ખેતીની સીઝન ચાલી રહી છે. આ દરમિયાન મહેસાણા જીલ્લામાં ડી એ પી ખાતરની અછત ઉભી થઈ છે. જિલ્લાના સરદાર ડેપો પર ડી.એ.પી ખાતર ન મળતાં ખેડૂત પરેશાન થઈ ગયા છે. શિયાળુ અને ઉનાળુ પાકના પાયામાં આ ખાતરની જરૂર પડે છે. એરંડા, રાયડો, ઘંઉ સહિત વિવિધ પાકમાં ડીએપી ખાતરની જરૂર પડે છે.
ભારત ચીનમાંથી 45% DAP આયાત કરે છે
અધિકારીના જણાવ્યા અનુસાર, કોવિડ-19 મહામારી અને ચીન દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે ખાતરનો પુરવઠો પ્રભાવિત થયો છે, જેના કારણે તેની કિંમતોમાં વધારો થયો છે. આ સ્થિતિમાં ભારત પહેલેથી જ પોતાની તૈયારીઓમાં લાગેલું છે. ભારત તેના ડીએપીના 45 ટકા અને કેટલાક યુરિયા ચીનમાંથી આયાત કરે છે. યુરિયા સિવાય ડીએપી અને અન્ય ફોસ્ફેટ ખાતરોના ભાવ ખાનગી કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. વૈશ્વિક કાચા માલના ભાવમાં વધારાને કારણે ડીએપીના સ્થાનિક ભાવમાં પણ વધારો થયો છે.
ગત વર્ષે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોને ખાતર માટે પડી હતી હાલાકી
ગત ખરીફ અને રવિ સિઝનમાં ખેડૂતોને ખાતર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘણા રાજ્યોમાં ખેડૂતો ખાતર માટે વિરોધ કરતા જોવા મળ્યા હતા. ખાતરની અછતને કારણે કેટલાક ભાગોમાં વાવણી કાર્ય વિલંબિત થયું. ગુજરાતમાં ઘણી જગ્યાએ ખેડૂતોએ ખાતર માટે લાંબી લાઇનો લગાવી હતી. દેશના અન્ય રાજ્યોમાં પણ આવી સ્થિતિ જોવા મળી હતી.
નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક ખેતી માટે આહવાન કર્યું છેઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમણે તેમના સંસદીય મતવિસ્તારમાં એક કાર્યક્રમમાં કહ્યું, તમારા ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લો. હું નળ કાંઠા ના ખેડૂતોને અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત લો. આગામી પાંચ વર્ષમાં એક પણ યુરિયાની થેલી ન જોઈએ તેવું કામ કરીએ. પ્રાકૃતિક ખેતીથી ઓર્ગેનિક પ્રોડક્ટ બને, જે અમૂલના બ્રાન્ડથી પબ્લિસિટી થાય તેવું કામ કરીશું.
આ પણ વાંચોઃ