અરબી સમુદ્રમાં લો પ્રેશર થતાં વાવાઝોડું ઉદભવી રહ્યું છે. છેલ્લા 4 દિવસથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ત્યારે રવિવારના દિવસે માંડવી, સલાયા, પોરબંદર, કંડલા, વેરાવળ, દહેજ, હજીરાના બંદર ઉપર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું હતું અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ માછીમારી કરવા ગયેલા માછીમારોને તાત્કાલીક નજીકના બંદર પર પહોંચી જવા સુચના આપવામાં આવી હતી.
2/7
હાલમાં આ વાવાઝોડું ઓમાનના સલાહા બંદરથી 1,020 કિલોમીટર દૂર છે. જે ધીમેધીમે પ્રતિ ક્લાકે 20 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જે તિવ્ર બનતાંની સાથે જ 135 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાવાની શરૂઆત થશે.
3/7
દરિયો ગાંડોતૂર બન્યો હોવાથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આગામી ત્રણથી ચાર દિવસ હળવો વરસાદ થવાની હવામાન વિભાગે જણાવ્યું છે.
4/7
ગુજરાતમાં હાલમાં આ વાવાઝોડાને પગલે વરસાદની અસર નોર્મલ છે પણ વાવાઝોડું આમાન પર ટકરાઈને રિટર્ન થશે ત્યારે તેની સૌથી વધારે અસર ગુજરાતને થશે. હવામાન વિભાગ સહિત આગાહીકારોએ પણ આગાહીઓ જાહેર કરી છે. વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે જેને પગલે ખેડૂતોએ પણ એલર્ટ રહેવાની જરૂર છે.
5/7
હાલમાં અરબી સમુદ્રમાં 60થી 70 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાઈ રહ્યો છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું નથી. સપ્ટેમ્બરના અંતમાં વાવઝોડું ગુજરાત તરફ આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ હવે જામવાની શરૂઆત થશે.
6/7
હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે કે, વાવાઝોડાની અસર બાદ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ બની જશે. હજુ એ જ સ્થિતિમાં વાવઝોડું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હવે આગામી 10મીથી વરસાદ પડે તેવી શક્યતા છે. વાવાઝોડું રિટર્ન આવશે ત્યારે 14મી આસપાસ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
7/7
અમદાવાદ: દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ હવે મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. જે આગામી 24 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. જેને નામ ‘લુબાન’ આપવામાં આવી શકે છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડું આગામી પાંચ દિવસ સુધી પશ્ચિમ-ઉત્તર દિશામાં આગળ વધીને દક્ષિણ ઓમાન અને તેને સંલગ્ન યમનના સમુદ્ર કિનારા તરફ ફંટાશે.