શોધખોળ કરો
‘ઉર્જિત પટેલ મુકેશ અંબાણીના સાઢુ છે’, શું છે આ વાયરલ મેસેજની હકીકત ? કઈ રીતે થઈ બે ઉર્જિત પટેલની ભેળસેળ?

1/6

જો કે બંને ઉર્જિત પટેલની વયમાં 6 વરસનો ફક છે. આરબીઆઈવાળા ઉર્જિત 1963માં અને બીજા ઉર્જિત 1969માં જન્મ્યા છે. અનિલ રામાભાઈ પટેલ પોતે ધર્મજના છે અને હાલ અમેરિકામાં રહે છે. દર વર્ષે ભારત આવતા અનિલ પટેલે ગુગલ તથા અન્ય વેબસાઈટને આ માહિતી મોકલીને સુધારો કરવા કહ્યું છે.
2/6

રીઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ અને અનિલભાઈના જમાઈ ઉર્જિત પટેલ વચ્ચે કેટલીક સામ્યતાઓ પણ છે. બંને ચરોતરના છે અને બંનેનો જન્મ નૈરોબીમાં થયો હતો. આરબીઆઈના ઉર્જિત મૂળ મહુધાના છે જ્યારે બીજા ઉર્જિત પટેલ કરમસદના છે. યોગાનુયોગ બંને બેંકર છે અને બીજા ઉર્જિત પટેલ અમેરિકાના હ્યુસ્ટનમાં બેંકર છે.
3/6

આ માહિતી ફરતી થઈ પછી અનિલ આર. પટેલે પોતે સ્પષ્ટતા કરી છે કે તેમના જમાઈનું નામ ઉર્જિત પટેલ છે પણ એ રીઝર્વ બેંકના ગવર્નર નથી. યોગાનુયોગ આ ઉર્જિત પટેલની દીકરીનું નામ પણ કાનન પટેલ છે પણ તેને મુકેશ અંબાણીનાં પત્નિ નીતા અંબાણી સાથે કોઈ પણ કૌટુંબિક સંબંધ નથી.
4/6

બીજી તરફ ઉર્જિત પટેલનાં પત્નિનું નામ કાનન પટેલ છે. ઉર્જિત-કાનને ઈશાન અને ઈશિકા એમ બે સંતાન છે. જો કે કાનન પટેલ વિશે બીજી કેટલીક માહિતી સોશિયલ મીડિયા પર ફરતી કરાઈ તે ખોટી છે. આ માહિતી પ્રમાણે કાનન પટેલના પિતાનું નામ અનિલ આર. પટેલ છે અને તેમને રચના તથા શ્વેતા નામે બે બહેનો છે.
5/6

અમદાવાદઃ રીઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ અને રીલાયમ્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાઢુ હોવાના મેસેજ વાયરલ થયા છે. મુકેશનાં પત્નિ નીતા અંબાણી અને ઉર્જિત પટેલનાં પત્નિ કાનન સગી બહેનો છે તેવા મેસેજ પણ ફરે છે. મોદીએ અંબાણીને ફાયદો કરાવવા ઉર્જિત પટેલને ગવર્નર બનાવ્યાની વાતો પણ ચાલી છે.
6/6

જો કે આ મેસેજ ખોટો છે અને લોકોને ગેરમાર્ગે દોરનારો છે. નીતાની એકમાત્ર સગી બહેનનું નામ મમતા દલાલ છે અને મમતા દલાલ અંબાણી ફેમિલીની બાંદ્રા ખાતેની ધીરૂભાઈ અંબાણી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. નીતા અને મમતા દલાલના પિતા રવિન્દ્રભાઈનું જુલાઈ 2014માં અવસાન થયું હતું.
Published at : 24 Nov 2016 10:01 AM (IST)
Tags :
RBI Governor Urjit Patelવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
રાજકોટ
ગુજરાત
આરોગ્ય
Advertisement
