શોધખોળ કરો

Royal Enfieldની પહેલી ઇલેક્ટ્રિક બાઇકની આ તારીખે થશે ભારતમાં એન્ટ્રી, લોન્ચ પહેલા ફોટો થયો લીક

Royal Enfield Electric Photo Leaked: રોયલ ઈનફીલ્ડ (Royal Enfield) ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. પરંતુ આ ઈલેક્ટ્રિક બાઈકના લોન્ચિંગનો પહેલો ફોટો લીક થઈ ગયો છે. આ બાઇક 4 નવેમ્બરે લોન્ચ થશે.

Royal Enfield Electric Motorcycle:  રોયલ ઈનફિલ્ડની બાઈક ભારતીય બજારમાં ઘણી લોકપ્રિય છે. હવે બ્રિટિશ ઓટોમેકર પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ઈલેક્ટ્રિક મોટરસાઈકલના લોન્ચિંગમાં માત્ર થોડા જ દિવસો બાકી છે, પરંતુ તે પહેલા આ ઈવીનો પહેલો ફોટો સામે આવ્યો છે. આ તસવીર MCN દ્વારા શેર કરવામાં આવી છે. Royal Enfield Electricનું આ મોડલ બાઇકનું પ્રોટોટાઇપ બની શકે છે.

રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક ક્યારે લોન્ચ થશે?
બાઇક મેન્યુફેક્ચરિંગ કંપનીએ હાલમાં જ રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક વિશે એક ટીઝર શેર કર્યું હતું, જેમાં ઓટોમેકરે 4 નવેમ્બરની ખાસ તારીખ આપી છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ EV આ દિવસે માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. બાઇક નિર્માતાએ આ બાઇકની રેન્જ તેમજ પર્ફોમન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિકની રેન્જ
રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક આ બ્રાન્ડની અન્ય બાઇક્સની સરખામણીમાં સ્લિમ બોડી સાથે આવી શકે છે. આ EV શહેરની સવારી માટે વધુ સારો વિકલ્પ બની શકે છે. રોયલ એનફિલ્ડની અન્ય બાઈકની સરખામણીમાં આ મોટરસાઈકલનો દેખાવ પણ અલગ હોઈ શકે છે. Royal Enfieldની આ ઇલેક્ટ્રિક બાઇકની રેન્જ 100 થી 160 કિલોમીટરની વચ્ચે હોઇ શકે છે.

રોયલ એનફિલ્ડ ev ની કિંમત
રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિકની પાવરટ્રેન અને તેની રેન્જ વાહનની કિંમતમાં વધારો કરી શકે છે. આ EVની કિંમત કન્વેન્શન બાઇક કરતાં વધુ હોઈ શકે છે. રોયલ એનફિલ્ડ આ બાઇકમાં ઘણા ફીચર્સનો સમાવેશ કરી શકે છે, જેમાં રાઇડિંગ મોડની સાથે ડ્યુઅલ-ચેનલ ABS પણ સામેલ હોઈ શકે છે. આ મોટરસાઇકલમાં એલોય વ્હીલ્સની સાથે ડિસ્ક બ્રેક પણ મળી શકે છે.

આ પ્રથમ ઈલેક્ટ્રિક બાઈક લૉન્ચ કર્યા બાદ Royal Enfield બજારમાં વધુ મોડલ રજૂ કરી શકે છે. આ પછી રોયલ એનફિલ્ડ હિમાલયન (Himalayan)નું ઇલેક્ટ્રિક મોડલ લાવી શકાય છે.

તમને જણાવી દઈએ કે, Royal Enfield એ સપ્ટેમ્બર 2024 માં તેના વેચાણમાં 6.82% નો વધારો નોંધાવ્યો છે. કંપનીએ આ મહિને કુલ 79,326 મોટરસાઇકલનું વેચાણ કર્યું હતું, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં 74,261 એકમોનું વેચાણ થયું હતું. આ વૃદ્ધિએ ફરી એકવાર કંપનીની તાકાત અને લોકપ્રિયતા સાબિત કરી છે.

આ પણ વાંચો...

આ કારની કિંમત વધવા છતાં પણ તેની માંગમાં સતત વધારો, આજે બુક કરશો તો એક વર્ષ બાદ ચાવી હાથમાં આવશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ

RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી

Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત

24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ

ABP Premium

વિડિઓઝ

Ideas of India 2025: એબીપી નેટવર્કના ચીફ એડિટર અતિદેબ સરકારની સ્પીચ | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : આ બેફામો પર બ્રેક મારોHun To Bolish : હું તો બોલીશ : કરોડોનો કાટમાળ !Abp Asmita Impact: મહેસાણામાં 'હું તો બોલીશ' કાર્યક્રમના અહેવાલની જોરદાર અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
મુંબઈમાં Ideas of India Summit 2025, સચિન પાયલટ, શશિ થરૂર, ભૂમિ પેડનેકર સહિત અનેક દિગ્ગજો બનશે મહેમાન,જુઓ સંપૂર્ણ શિડ્યૂલ
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
RRB Recruitment: રેલવેમાં બમ્પર ભરતી માટે અંતિમ તારીખ લંબાવાઇ, હવે ક્યાં સુધી કરી શકશો અરજી
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
Mahashivratri 2025 Date: ક્યારે છે મહાશિવરાત્રી? જાણો શુભ મુહૂર્ત
24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ
24 ફેબ્રુઆરીએ બેન્ક એકાઉન્ટમાં આવશે પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો, આ રીતે ચેક કરો લાભાર્થીઓનું લિસ્ટ
Maruti 7-Seater Car: 7-સીટર મારુતિ ગ્રાન્ડ વિટારા ક્યારે થશે લોન્ચ અને કેટલી હશે કિંમત?

Israel: ઇઝરાયલમાં એક બાદ એક અનેક બસોમાં વિસ્ફોટ, પોલીસે કહ્યું - મોટો આતંકવાદી હુમલો

Sourav Ganguly: સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત, પૂર્વ કેપ્ટનનો થયો આબાદ બચાવ

iPhone 16e નું બુકિંગ આજથી શરૂ, જાણો સેલ ડેટ અને ઑફર્સ વિશેની તમામ માહિતી

Embed widget