Toyotaની Innova Hycrossમાં 17 હજાર રૂપિયા વધ્યા, જાણો હવે ખરીદવાથી ફાયદો કે નુકસાન ?
Toyota Innova Hycross New Price: ટોયોટા ઈનોવા હાઇક્રૉસ છ ટ્રીમ સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ કારના GX, GX(O), VX, VX(O), ZX અને ZX(O) વેરિઅન્ટ ભારતીય બજારમાં સામેલ છે
Toyota Innova Hycross New Price: ટોયોટા ઇનોવા હાઇક્રૉસ એક MPV છે. કંપનીએ આ કારની કિંમતમાં વધારો કર્યો છે. ઈનોવા હાઇક્રૉસની કિંમતમાં 36 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. કારની કિંમતમાં વધારા બાદ આ કારની એક્સ-શૉરૂમ કિંમત 19.94 લાખ રૂપિયાથી શરૂ થઈને 31.34 લાખ રૂપિયા થઈ ગઈ છે.
Innova ની કિંમતમાં વધારો
ટોયોટા ઈનોવા હાઇક્રૉસ છ ટ્રીમ સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ કારના GX, GX(O), VX, VX(O), ZX અને ZX(O) વેરિઅન્ટ ભારતીય બજારમાં સામેલ છે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ GX અને GX(O)ની કિંમતમાં 17 હજાર રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, આ કારના મિડ-વેરિઅન્ટ VX અને VX(O)ની કિંમતમાં 35 હજાર રૂપિયાનો વધારો થયો છે. ઈનોવાના ટોપ મોડલ ZX અને ZX(O)ની કિંમતમાં 36 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
શું છે Innova નું વેઇટિંગ પિરિયડ ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇનોવા હાઇક્રૉસનો વેઇટિંગ પિરિયડ પણ ઓછો થયો છે. આ વાહનના પેટ્રૉલ વેરિઅન્ટ માટે તમારે 45 થી 60 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. જ્યારે તમે આજે તેના ટોપ વેરિઅન્ટ્સ માટે બુકિંગ કરો છો, તો તમને આ વાહનની ચાવી છ મહિના પછી મળશે. જ્યારે પેટ્રોલ હાઇબ્રિડ વેરિઅન્ટ માટે તમારે 45 દિવસ રાહ જોવી પડશે. ગયા મહિના સુધી આ વાહનનો વેઇટિંગ પિરિયડ આઠ મહિના સુધી પહોંચી ગયો હતો.
Innova Hycross નો પાવર
ટોયોટા ઇનોવા હાઇક્રૉસ 2.0-લિટર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. વાહનમાં લાગેલું આ એન્જિન 172 hpનો પાવર આપે છે. આ એન્જિન સાથે ઓટોમેટિક ગિયર બોક્સ પણ ફીટ કરવામાં આવ્યું છે. ઇનોવામાં મજબૂત હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0 લિટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ છે, જે 184 એચપીનો પાવર આપે છે.
ઇનોવા 7-સીટર અને 8-સીટર કન્ફિગરેશન સાથે આવે છે. આ વાહન સુરક્ષા માટે 6 SRS એરબેગ્સથી પણ સજ્જ છે. આ કાર સાત કલર ઓપ્શન સાથે માર્કેટમાં છે.
આ પણ વાંચો
Toyota Fortuner કાર ખરીદવા માટે કેટલી ચૂકવવી પડશે EMI? જાણો કિંમત અને ફિચર્સ