Surat Crime News : સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એક વ્યક્તિ ઝડપાઇ, કસ્ટમ વિભાગે કરી અટકાયત
સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એકની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સ શાહજહાંથી સુરત આવતી ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો
![Surat Crime News : સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એક વ્યક્તિ ઝડપાઇ, કસ્ટમ વિભાગે કરી અટકાયત A person was caught with gold worth 28 lakhs at Surat airport, detained by the customs department Surat Crime News : સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એક વ્યક્તિ ઝડપાઇ, કસ્ટમ વિભાગે કરી અટકાયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/19/74fd2ec036da8b96fd77e16e628d767f167921227273581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat Crime News :સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એકની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સ શાહજહાંથી સુરત આવતી ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો
સુરત એરપોર્ટ પર 28 લાખના સોના સાથે એકની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સ શાહજહાંથી સુરત આવતી ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો.
શાહજહાથી સુરત આવનાર ફ્લાઇટમાં એક શખ્સ પાસેથી 28 લાખ કિંમતનું 460 ગ્રામ સોનું ગ્રામ સોનું મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગે આ શખ્સની અટકાયત કરી છે. સોનાના ભાવમાં છેલ્લા થોડા દિવસોમાં આવેલા ધરખમ વધારાના કારણે સોનાની દાણચોરીના કેસમાં પણ વધારો થયો છે. થોડા નાંણા કમાવી લેવાની લાલચમાં દુબઇથી સોનુ લાવીને સુરતના બજારમાં વેચી દેવામાં આવતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યાં છે.જેથી શાહજહાથી સુરત આવતી ફલાઇટમાં કસ્ટમ વિભાગ દ્વારા ખાસ વોચ રાખવામાં આવે છે. શંકાના આધારે આ ફલાઇટમાં આવેલા એક મુસાફરને અટકાવી તપાસ કરી હતી. આ તપાસમાં ગુદામાર્ગમાંત્રણ કેપ્સુલમાં સોનુ મળી આવ્યુ હતુ. કસ્ટમ વિભાગે 28 લાખની કિંમતનુ 460 ગ્રામ સોનુ કબ્જે કરી યુવકની અટકાયત કરી છે. કસ્ટમ વિભાગ આટલું સોનું ક્યાંથી કેવી રીતે લાવ્યાં હોવાની પૂછપરછ કરી રહી છે.
MP Plane Crash: મધ્યપ્રદેશના બાલાઘાટ પ્લેન ક્રેશમાં ગુજરાતી આશાસ્પદ ટ્રેઈની યુવતીનું નિધન
મધ્યપ્રદેશના બાલાઘાટ નજીક કાલ થયેલાં પ્લેન ક્રેશમાં ગાંધીધામના જાણીતા ઉદ્યોગપતિની પરિવારની આશાસ્પદ પાયલોટ દીકરીનું મૃત્યુ નિપજ્યું છે. દુ:ખદ સમાચાર મળતાં જ પરિવારમાં માતમ છવાયો ગયો છે.
મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં દુર્ઘટના સર્જાઇ હતી.તે સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષંકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર મોહિત કુમાર સવાર હતા,પ્લેનનું છેલ્લું લોકેશન ગઈ કાલે 3:45 મિનિટે કિરણાપુર પાસે જોવા મળ્યું હતું. પ્લેનક ક્રેશ થઇ જતાં ટ્રેની પાયલટ વૃષંકિ માહેશ્વરી સહિત બે લોકોના મોત થયા છે. પાયલટ ગાંધીધામની રહેવાસી હતી અને તેના મોતના સમાચાર આવતાં પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોક છવાયો છે.
ટ્રેની તરીકે કામ કરતી વૃષંકાં માહેશ્વરી ગાંધીધામની રહેવાસી છે. તેમણે 100 કલાકનું ફ્લાઇંગ પુરુ કરીને પાયટલ તરીકે પ્લેન ઉડાનની પરમિશન મેળવી લીધી હતી. જો કે બદનસીબે આ દરમિયાન તે શનિવારે સાંજે મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણપુરમાં ચાર્ટડ પ્લેન ઉડાવતી હતી ત્યારે પ્લેન ક્રેશ થઇ જતાં વૃષાંકા સહિત બે લોકોના નિધન થયા છે, દુર્ઘટના અંગે તપાસ શરૂ કરાઇ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)