(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીના ટુકડા કરીને ફેંકી દીધા
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે
Crime News: ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી."
પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Jharkhand | 12 parts of the body of a 22-yr-old woman belonging to primitive tribal community found in Sahibganj. Some parts of body still missing & search for them is underway. Her husband Dildar Ansari has been detained by Police, the deceased was his second wife: SP Sahibganj
— ANI (@ANI) December 18, 2022
ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
પીડિતાની ઓળખ રૂબિકા પહાદીન તરીકે કરવામાં આવી હતી, જેની કથિત રીતે તેના પતિ દિલદાર અન્સારીએ હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે રૂબિકા દિલદારની બીજી પત્ની હતી અને બંને છેલ્લા બે વર્ષથી એકબીજાને ઓળખતા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે મહિલાના પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પોલીસનો સંપર્ક કર્યો અને તપાસ દરમિયાન પોલીસે રૂબિકાનો વિકૃત મૃતદેહ મેળવ્યો.
શરીરના ટુકડા કર્યા
પોલીસને શંકા છે કે આરોપીઓએ મહિલાના શરીરના અનેક ટુકડા કરવા માટે ઇલેક્ટ્રિક કટર જેવી ધારદાર વસ્તુનો ઉપયોગ કર્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ભાજપે રાજ્ય સરકારને ઘેરી
આ ઘટનાથી રાજકીય પક્ષો વચ્ચે શાબ્દીક યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે. ભાજપે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી છે. પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રતુલ શાહદેવે જણાવ્યું હતું કે, "હેમંત સરકારના કાર્યકાળમાં દીકરીઓ પર અત્યાચાર વધી રહ્યા છે. લઘુમતી સમુદાયના કેટલાક લુચ્ચા લોકો સતત દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ પગલાં લઈ રહી નથી. જો સરકાર નક્કર પગલાં નહીં લે તો અમે અમારું પગલું લઈશું."