(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીને મળ્યા પહેલા મહિલા કુલપતિ,જાણો કોને સોંપવામાં આવી જવાબદારી
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની શોધ આખરે પુરી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે.
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની શોધ આખરે પુરી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે. નીરજા ગુપ્તા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં નીરજા ગુપ્તાએ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.સાંચી યુનિવર્સિટીમાં જોડાતા પહેલા નીરજા ગુપ્તા આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી હતી.
કોણ છે વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા
માહિતી માટે જણાવી દઈએ કે, નીરજા ગુપ્તા 2006 થી 2012 સુધી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહી ચૂક્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂમાં પણ જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત, તેઓ પ્રાકૃત જેવી પ્રાચીન ભારતીય ભાષામાં નિપુણતા ધરાવે છે. અંગ્રેજીની સાથે ડો. ગુપ્તા રશિયન ભાષામાં પણ નિપુણ છે અને શૈક્ષણિક કાર્યક્રમો માટે 42 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. ડૉ.ગુપ્તા 16 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે પણ સંકળાયેલા છે.
દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓનું લિસ્ટ જાહેર
દુનિયાની ટૉપ યૂનિવર્સિટીઓના રેન્કિંગને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ક્વાક્યૂરેલી સઇમન્ડ્સ (Quacquarelli Symonds) (QS) વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ્સ 2024 સામે આવી ચૂક્યુ છે, જેમાં ભારતની કેટલીય IIT, IISc અને યૂનિવર્સિટીઓ પણ સામેલ છે. જોકે, આ વર્ષે IISc બેંગ્લૉરે તેના રેન્કિંગમાં ખુબ પછડાટ ખાધી છે. ગયા વર્ષે IISc બેંગ્લૉરે 155મી રેન્ક હાંસલ કરી હતી. આ વર્ષે જ્યારે સંસ્થા રેન્કિંગમાં ખુબ નીચે ઉતરી ગઇ છે, ત્યારે IISc બેંગ્લૉરે 225મી રેન્ક મેળવી છે, વળી, IIT બોમ્બે ગયા વર્ષે 172માં સ્થાને હતું, તો વખતે તેમાં સુધારો આવ્યો છે, અને IIT બોમ્બે 149માં સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, શિક્ષણ મંત્રાલયના NIRF રેન્કિંગ અનુસાર, IISc બેંગ્લૉર દેશની શ્રેષ્ઠ યૂનિવર્સિટી છે અને ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરવા માટે બીજી શ્રેષ્ઠ સંસ્થા છે. ક્યૂએસ વર્લ્ડ યૂનિવર્સિટી રેન્કિંગ અનુસાર દિલ્હી યૂનિવર્સિટી અને અન્ના યૂનિવર્સિટી વિશ્વની ટોચની 500 યૂનિવર્સિટીઓમાં સામેલ છે. ડીયુને આ વખતે 407મી રેન્ક હાંસલ કરી છે, જ્યારે અન્ના યૂનિવર્સિટીને 427ની રેન્ક મેળવી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) બોમ્બે હવે દેશમાં પ્રથમ અને વૈશ્વિક સ્તરે 149મા ક્રમે છે, જે ગયા વર્ષે 172મા ક્રમે હતું. IIT દિલ્હી આ વર્ષે 197મા ક્રમે આવી ગયું છે. અગાઉના રેન્કિંગમાં તે 174માં ક્રમે હતું. વૈશ્વિક સ્તરે ટોચના 300ની યાદીમાં અન્ય ત્રણ IITનો સમાવેશ થાય છે.
Education Loan Information:
Calculate Education Loan EMI