Actress : અમેરિકામાં બાથરૂમમાં બેસીને ભોજન લેવાને લઈ અભિનેત્રી પ્રિયંકાનો ખુલાસો
પ્રિયંકા ચોપડા જ્યારથી ભારતથી પરત આવી છે ત્યારથી તે ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ એલે મેગેઝીનને એક ઈન્ટરવ્યુ આપતી વખતે પોતાના જીવનના ઘણા પાસાઓને લઈને સનસનીખેલ ખુલાસા કર્યા હતા.
Priyanka Chopra: બોલિવુડમાં દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપરા આજે ઈન્ટરનેશનલ અભિનેત્રી બની ચુકી છે. પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઇમ પર તેની તાજેતરમાં રિલીઝ થયેલી સિટાડેલ સિરીઝને લઈને ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ સિવાય તેમના જીવનના કેટલાક અજાણ્યા તથ્યોના ખુલાસાને કારણે તે ચર્ચામાં રહે છે.
પ્રિયંકા ચોપડા જ્યારથી ભારતથી પરત આવી છે ત્યારથી તે ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરાએ એલે મેગેઝીનને એક ઈન્ટરવ્યુ આપતી વખતે પોતાના જીવનના ઘણા પાસાઓને લઈને સનસનીખેલ ખુલાસા કર્યા હતા. ત્યાર બાદ પ્રિયંકા ચોપરાએ ટુડે શો માટે ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
ટુડે શોના ફોટોશૂટ દરમિયાન પ્રિયંકા ચોપરા પીળા બ્લેઝર તેમજ પીળા પટિયાલા સ્ટાઈલ બોટમમાં જોવા મળી હતી. આ સાથે તેણે સફેદ ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પ્રિયંકા ચોપરા ટુડેના કવર પેજ પર પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો પોસ્ટ કરતા તેણે લખ્યું કે, ટુડે શોમાં મારા મિત્રો સાથે દિવસની શરૂઆત કરવા માટે આનાથી સારો કોઈ રસ્તો નથી. પ્રિયંકાએ ટુડે માટે યલો ડ્રેસમાં ઘણી વધુ તસવીરો લીધી છે, જેની લિંક તેણે તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં શેર કરી છે.
આ દરમિયાન પ્રિયંકાએ તેના જીવનના ઘણા પાસાઓનો પણ ખુલાસો કર્યો હતો. પ્રિયંકા ચોપરા બેશક આજે વિશ્વમાં ખૂબ જ પ્રતિષ્ઠિત સેલિબ્રિટી માનવામાં આવે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે પ્રિયંકા ચોપરાને બાથરૂમમાં એકલા બેસીને લંચ લેવું પડતું હતું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, જ્યારે હું અમેરિકા ભણવા ગઈ ત્યારે હું ત્યાં બાથરૂમમાં બેસીને લંચ કરતી હતી. તેણે કહ્યું હતું કે, તેના અભ્યાસ દરમિયાન શરૂઆતના અઠવાડિયા તેના માટે ખૂબ જ પીડાદાયક હતા પરંતુ તે કોઈક રીતે એડજસ્ટ થઈ ગઈ અને હાઈપ ગર્લ બની ગઈ.
View this post on Instagram
તેણીએ ખુલાસો કરતા કહ્યું હતું કે, હું બાથરૂમમાં, સ્ટોલની અંદર લંચ લેતી હતી. કારણ કે, હું ખૂબ જ નર્વસ હતી. મને ખબર ન હતી કે કાફેટેરિયામાંથી સારો ખોરાક કેવી રીતે મેળવવો. હું વેન્ડિંગ મશીનમાંથી ડોર્ટિઓસને પકડી લેતી હતી અને ઝડપથી તેને ખાવા માટે બાથરૂમમાં જતી હતી. જેથી કરીને મારે અન્ય વિદ્યાર્થીઓનો સામનો ના કરવો પડે.
તેણે આગળ કહ્યું હતું કે, હું ત્યાં ભારતીય કરતાં બિન-અમેરિકન જેવો અનુભવ કરતી હતી, પરંતુ સમયની સાથે પ્રિયંકા ચોપરાએ પોતાની જાતને એડજસ્ટ કરી લીધી અને આજે તે એક આત્મવિશ્વાસુ અને સફળ સેલિબ્રિટી બની ગઈ છે.
શું સફળતા મેળવવા માટે પ્રિયંકા ચોપરા કરે છે શેતાનની પૂજા, જાણો અભિનેત્રીએ શું કહ્યું
પ્રિયંકા ચોપરા બોલીવુડની સાથે સાથે હોલીવુડની પણ સ્ટાર છે. તેણે પોતાના કરિયરમાં ખાસ સ્થાન બનાવ્યું છે. હવે અભિનેત્રીએ તાજેતરમાં જ એક એવું નિવેદન આપ્યું છે જે ઘણી હેડલાઇન્સમાં છે. પ્રિયંકાએ હસીને કહ્યું કે લોકોને લાગે છે કે તેને સફળતા એટલા માટે મળી છે કારણ કે તે શેતાનની પૂજા કરે છે. અભિનેત્રીએ આ વાતનો ખુલાસો યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં કર્યો હતો.
રણવીરે કહ્યું કે તેણે સાંભળ્યું છે કે તમે સફળતા મેળવવા માટે શેતાનની પૂજા કરો છે. પ્રિયંકાએ હસીને ના પાડી. આ પછી અભિનેત્રીએ આ મુદ્દે કહ્યું કે આ ખરેખર ખૂબ જ ખોટી વાત છે. તેણે કહ્યું કે આ સાંભળીને ભગવાન શિવ મારા પર ગુસ્સે થઈ જશે.