Bollywood: શાહરૂખના કેરિયરની સૌથી ખરાબ ફિલ્મ, જેનું કિંગ ખાને પ્રમોશન પણ નહોતું કર્યું, બન્યા બાદ 10 વર્ષે થઈ હતી રિલીઝ
Shahrukh Khan Worst Movie: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની શાનદાર અભિનય અને ઓપન આર્મ્સ ઈન ધ વિંડવાળા સિગ્નેચર સ્ટેપ માટે પ્રખ્યાત છે. બોલિવૂડમાં અભિનેતાની સુપરહિટ ફિલ્મોની કતાર છે.
Shahrukh Khan Worst Movie: બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન તેની શાનદાર અભિનય અને ઓપન આર્મ્સ ઈન ધ વિંડવાળા સિગ્નેચર સ્ટેપ માટે પ્રખ્યાત છે. બોલિવૂડમાં અભિનેતાની સુપરહિટ ફિલ્મોની કતાર છે. બોલિવૂડમાં છેલ્લા 20 વર્ષથી SRKની દમદાર એક્ટિંગનો જાદુ ચાલી રહ્યો છે. માત્ર બે જ ખાન એવા છે જે શાહરૂખ ખાનને ટક્કર આપી રહ્યા છે. કારણ કે શાહરૂખ ખાને હંમેશા સારી ફિલ્મો પસંદ કરી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેતાએ તેની કારકિર્દીની સૌથી ખરાબ ફિલ્મ કરી હતી. અભિનેતાની આ ફિલ્મ બન્યાના 10 વર્ષ બાદ મોટા પડદા પર રિલીઝ થઈ હતી.
શાહરુખની આ કઈ ફિલ્મ હતી?
અમે વાત કરી રહ્યા છીએ શાહરૂખ ખાનની ફિલ્મ 'યે લમ્હેં જુદાઈ કે' વિશે. અભિનેતાની આ ફિલ્મ વર્ષ 1994માં બની હતી. આ ફિલ્મની રિલીઝ માટે 10 વર્ષ રાહ જોવી પડી હતી. રિલીઝ પછી, આ ફિલ્મને IMDb નું સૌથી ઓછું રેટિંગ મળ્યું જે 3.1 છે. બિરેન્દ્ર નાથ તિવારીની ફિલ્મ યે લમ્હેં જુદાઈની મેકિંગ સ્ટોરીથી લઈને રીલીઝ સ્ટોરી સુધી, તે એકદમ કોયડો છે. જ્યારે આ ફિલ્મ બની રહી હતી ત્યારે શાહરૂખ ખાનના નજીકના મિત્રો રવિના ટંડન, નવનીત નિશાન, દિવ્યા દેસાઈ, મોહનીશ બહેલ અને કિરણ કુમારને ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય પછી શાહરૂખ ખાન અને રવિના ટંડનને ફિલ્મમાં એક કિસિંગ સીન પસંદ ન આવ્યો.
ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી
ડીએનએ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, આ સીનના કારણે શાહરૂખ ખાન અને રવિના ટંડન બંનેએ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી. આ પછી, બીરેન્દ્ર તિવારીએ, શાહરૂખ ખાનનું સ્ટારડમ જોઈને, વર્ષ 2003 માં આ ફિલ્મને ફરીથી રિવાઈવ કરવાનો નિર્ણય કર્યો. તેણે આ ફિલ્મ માટે યુવા રશ્મિ ડેલસાઈને કાસ્ટ કરી અને ફિલ્મને ટ્વીક કરેલી સ્ટોરીલાઈન સાથે પૂરી કરી. વર્ષ 2004માં આ ફિલ્મ શાહરૂખ ખાનની ફિલ્મ 'મેં હૂં ના' રીલીઝના ત્રણ અઠવાડિયા પહેલા મોટા પડદા પર રીલિઝ થઈ હતી. આ ફિલ્મના કેટલાક મહિના બાદ શાહરૂખ ખાનની ફિલ્મ 'કલ હો ના હો' રીલિઝ થઈ હતી. એસઆરકેની કારકિર્દીનો આ સુવર્ણ તબક્કો હતો. આ ફિલ્મ રિલીઝ થયા બાદ પણ શાહરૂખ ખાને આ ફિલ્મનું પ્રમોશન કર્યું ન હતું.