શોધખોળ કરો

Pushpa 2 નો 'પુષ્પરાજ' છે ભારતનો સૌથી મોંઘો એક્ટર, અલ્લૂ અર્જૂને પુષ્પા-2 માટે આટલા કરોડ લીધી છે ફી

Allu Arjun is India's Most Expensive Actor: સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન અને ઋત્વિક રોશન જેવા સ્ટાર્સ પણ ફીના મામલામાં અલ્લૂ અર્જૂનની આજુબાજુમાં પણ નથી રહેતા

Allu Arjun is India's Most Expensive Actor: પુષ્પા 2: નો અત્યારે જલવો દેખાઇ રહ્યો છે. અલ્લૂ અર્જૂન પુષ્પા 2 માં અદભૂત એક્ટિંગ કરી છે અને એક્શન મૂવી અદભૂત છે, પરંતુ શું તમે જાણો છો કે અલ્લૂ અર્જૂને આ ફિલ્મ માટે કેટલી ફી લીધી હતી. કદાચ તમને ખબર નથી. પરંતુ આ ફિલ્મ માટે અલ્લૂ અર્જૂનને અત્યાર સુધીના કોઈપણ ભારતીય સ્ટાર કરતાં વધુ ફી મળી છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન અને ઋત્વિક રોશન જેવા સ્ટાર્સ પણ ફીના મામલામાં અલ્લૂ અર્જૂનની આજુબાજુમાં પણ નથી રહેતા. પુષ્પા 2 નું પ્રથમ દિવસનું કલેક્શન લગભગ 300 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે, આવી સ્થિતિમાં નિર્માતા પહેલા દિવસના કલેક્શનમાંથી જ અલ્લૂ અર્જૂનની ફી વસૂલ કરી છે.

પરંતુ ઘણા એવા સ્ટાર્સ છે જે ફીની સાથે ફિલ્મોનો નફો પણ વહેંચવામાં માને છે. આમાં રજનીકાંતનું નામ લઈ શકાય છે જેને જેલરમાં નફાના હિસ્સા તરીકે 100 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. આ ફિલ્મ માટે તેની ફી લગભગ 110 કરોડ રૂપિયા હતી. આ રીતે રજનીકાંતને જેલર માટે 210 કરોડ રૂપિયાની ફી મળી. અક્ષય કુમાર પણ પ્રૉફિટ શેરિંગના આધારે ફિલ્મોમાં કામ કરે છે.

થોડા સમય પહેલા ફૉર્બ્સે ભારતના સૌથી મોંઘા સ્ટાર્સની ફી જાહેર કરી હતી. ફૉર્બ્સના અહેવાલ મુજબ, ભારતના ટોચના 10 સૌથી મોંઘા કલાકારો નીચે મુજબ છે:

અલ્લૂ અર્જૂન - 
'પુષ્પા'ની સફળતા બાદ અલ્લૂ અર્જૂનની લોકપ્રિયતા સાતમા આસમાને છે. તેણે પુષ્પા 2 માટે 300 કરોડ રૂપિયાની મોટી રકમ વસૂલ કરી છે.

થલપતિ વિજય - 
તમિલ સિનેમાના સુપરસ્ટાર થલપતિ વિજયે GOAT માટે 200 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

શાહરૂખ ખાન - 
બૉલીવૂડના બાદશાહ શાહરૂખ ખાનની છેલ્લી રિલીઝ ફિલ્મ 'ડીંકી' હતી જેના માટે તેણે 150-250 કરોડ રૂપિયાની ફી લીધી હતી.

રજનીકાંત - 
સાઉથ ઈન્ડિયન સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતે 'વેટ્ટાઈન' માટે 125 કરોડ રૂપિયા લીધા હતા.

આમિર ખાન - 
'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમિર ખાનની છેલ્લી રિલીઝ 'લાલ સિંહ ચઢ્ઢા' હતી જેના માટે તેણે 100-275 કરોડ રૂપિયાની ફી વસૂલ કરી હતી.

પ્રભાસ - 
બાહુબલી ફ્રેન્ચાઈઝીથી ફેમસ થયેલા પ્રભાસે 'કલ્કી 2898 એડી' માટે 100-200 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

અજીત કુમાર - 
તમિલ સિનેમાના અન્ય સુપરસ્ટાર અજિત કુમારે 'થુનિવુ' માટે 105-165 કરોડ રૂપિયા ફી લીધી છે.

સલમાન ખાન - 
બૉલીવૂડના ભાઈજાન સલમાન ખાને 'ટાઈગર 3' માટે 100-150 કરોડ રૂપિયા લીધા હતા.

કમલ હાસન - 
દક્ષિણ ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા કમલ હાસને ભારતીય 2 માટે 100-150 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.

અક્ષય કુમાર - 
બૉલીવૂડના ખિલાડી કુમાર અક્ષય કુમારે આ ગેમ રમવા માટે 60-145 કરોડ રૂપિયાની ફી લીધી છે.

આ પણ વાંચો

પુષ્પા-2 માં થયું ક્ષત્રિયોનું અપમાન ? રાજ શેખાવતે ચેતવણી આપતા શું હટાવવાની કરી માંગ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Creta ને ટક્કર આપતી Tata Sierra માત્ર 2 લાખ ડાઉન પેમેન્ટમાં લાવી શકો છો ઘરે, જાણો કેટલો આવશે EMI 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Embed widget