7 Years Of Masaan: વિકી કૌશલની 'મસાન'ને રિલીઝ થયાના સાત વર્ષ પૂરા, અભિનેતાએ પોસ્ટ શેર કરી કહી આ વાત
બોલિવૂડ (Bollywood)એક્ટર વિકી કૌશલ(Vicky Kaushal)ની ડેબ્યૂ ફિલ્મ 'મસાન'(Masaan)એ હિન્દી સિનેમામાં સાત વર્ષ પૂરા કર્યા છે.
Vicky Kaushal Celebrate Film Masaan: બોલિવૂડ (Bollywood)એક્ટર વિકી કૌશલ(Vicky Kaushal)ની ડેબ્યૂ ફિલ્મ 'મસાન'(Masaan)એ હિન્દી સિનેમામાં સાત વર્ષ પૂરા કર્યા છે. અભિનેતાએ આ માટે આભાર વ્યક્ત કર્યો છે. વિકીએ ઈન્સ્ટાગ્રામ (Instagram)પર એવોર્ડ વિજેતા (Award Winning) ફિલ્મ નિર્માતા નીરજ ઘાયવાન(Neeraj Ghaywan) દ્વારા નિર્દેશિત ફિલ્મની કેટલીક ઝલક પણ શેર કરી હતી. પોસ્ટ શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું હતું કે "7 વર્ષ વીતી ગયા, દિલથી આભાર, હેશટેગ - મસાન.
વિકીની ફિલ્મની સહ-અભિનેત્રી શ્વેતા ત્રિપાઠીએ કોમેન્ટ સેક્સનમાં જઈને 'નમસ્તે' ઈમોજી પોસ્ટ કરી. આ ફિલ્મના નિર્માતા ઝોયા અખ્તરે કહ્યું, "શું ફિલ્મ અને તમે કેટલા અદ્ભુત હતા, અભિનંદન."
આ સાથે વિકી કૌશલના નજીકના મિત્ર અને અભિનેતા ઈશાન ખટ્ટરે આ ખાસ દિવસને 'મસાન ડે' કહ્યો. આ સાથે તેણે લખ્યું, "હેપ્પી મસાન ડે
આ ફિલ્મ 2015 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અન સર્ટેન રિગાર્ડ વિભાગમાં દર્શાવવામાં આવી હતી, જેમાં બે પુરસ્કારો જીત્યા હતા. આ ફિલ્મની ગણતરી હિન્દી સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મોમાં થાય છે.
આ પણ વાંચોઃ