જ્યારે અમિતાભે પુછ્યુ કે આપે એક જવાબ નક્કી કરવાનો હોય તો આપ કયો પસંદ કરત. તેણે કહ્યું કે, હું સ્ટોક ટિકર શું છે તે વિશે કંઇ જાણતી નથી. પણ આ ચાર ઓપશનમાંથી જો કોઇ એક પર પસંદગી ઉતારવામાં આવે તો હું એડવર્ડ કેલહન પર પસંદગી ઉતારત.
2/5
પહેલાં તો બિનિતા 50 લાખ રૂપિયાનાં સવાલ પર ક્વિટ કરવા ઇચ્છતી હતી પણ જોડીદારનાં રૂપમાં આવેલાં તેમનાં દીકરાએ તેમને સાચો જવાબ આપવા અને રિસ્ક લઇને આગળ વધવા કહ્યું અને બિનિતા 50 લાખ રૂપિયા જીતી ગઇ. ત્યાર બાદ આવ્યો 1 કરોડ રૂપિાયનો સવાલ જેનો જવાબ બિનિતાને પોતાને ખબર હતી. પણ સવાલની રકમ એટલી મોટી હતી કે તેને પોતાની જાત પર વિશ્વાસ નહોતો આવતો કે તે આ સવાલનો જવાબ આપે કે ન આપે.
3/5
સવાલ હતો કે, ભારતમાં કયા કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયની 13 ન્યાયાધીશની સૌથી મોટી સંવિધાન બેંચ દ્વારા સંભળાવામાં આવ્યો હતો? તેનાં વિકલ્પ હતાં, ગલકનાથ કેસ, અશોક કુમાર ઠાકુર કેસ, શાહબાનો કેસ અને કેશવાનંદ ભારતી કેસ. આ સવાલને સાંભળતા જ બિનિતાએ તેનો સાચો જવાબ બિગ બી સાથે શેર કરક્યો. પણ એક કરોડની ધનરશિ એટલી મોટી તહી કે તે જવાબ લોક કરવામાં સંકોચ કરી રહી હતી. ઘણું વિચાર્યા બાદ તેણે આ જવાબ લોક કરાવ્યો અને તે જવાબ સાચો સાબિત થયો.
4/5
નવી દિલ્હીઃ ગાંધી જયંતીના અવસર પર કૌન બનેગા કરોડપતિનો એપિસોડ ખૂબ જ રોમાંચક રહ્યો. હોટ સીટ પર પહેલેથી હાજર અસમના ગૌહાટીની બિનિતા જૈનની સામે 7 કરોડ રૂપિયાનો સવાલ હતો. સવાર હતો- 1867માં કોણે પ્રથમ સ્ટોક ટિકરની શોધ કરી હતી. તેના ઓપ્શન હતા, એ. એડવર્ડ કૈલેહન, બી. થોમસ એડિસન, સી. ડેવિડ ગેસ્ટેટનર અને ડી. રોબર્ટ વાર્કલે. તેનો જવાબ આપ્યા વગર બિનિતાએ ક્વિટ કર્યું. જોકે ક્વિટ કર્યા બાદ બિનિતાએ જે જવાબ આપ્યો હતો તે સાચો હતો. તેણે જવાબ આપ્યો હતો એડવર્ડ કૈલેહન.
5/5
આ પ્રશ્નનો જવાબ લોક કર્યા બાદ બિગ બીએ બિનિતાને કહ્યું કે, દેવીજી આપે ક્યાંથી શિક્ષા લીધી છે એજણાવો. હું પણ ત્યાં જવા માંગીશ. જો આપે ગેમ ક્વિટ ન કરી હોત તો આપ આજે સાત કરોડ રૂપિયા જીતી જાત. જોકે બિનિતા જૈન ભલે સાત કરોડ રૂપિયા ન જીતી હોય પણ તેનો અહીં સુધીનો સફર ઘણી જ રસપ્રદ રહી હતી.