નવી દિલ્હીઃ પોતાના નિવેદનને કારણે હંમેશા ચર્ચામાં રહેનાર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. અઠાવલેએ કહ્યું કે, મોદી સરકાર તો 15 લાખ રૂપિયા આપવા માગે છે પરંતુ આરબીઆઈ રૂપિયા આપી નથી રહ્યું.
2/3
અઠાવલેએ પ્રધાનમંત્રી મોદીના ભારોભાર વખાણ કર્યા અને વિપક્ષ પર નિશાન સાધ્યું. તેણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી ખૂબ જ એક્ટિવ પ્રધાનમંત્રી છે. રાફેલ મુદ્દે સુપ્રીમ કોર્ટે ક્લીન ચિટ આપી છે. તેની સાથે જોડાયેલ તમામ દસ્વાતેજ જમા કરાવવામાં આવ્યા છે. વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી, ત્રણ ચાર મહિનામાં બધાની હવા નીકળી જશે. નરેન્દ્ર મોદી ફરી એક વખત પ્રધાનંત્રી બનશે.”
3/3
અઠાવલેએ કહ્યું કે, “એક સાથે 15 લાખ તો નહીં મળે પરંતુ ધીમે ધીમે મળશે. આટલી મોટી રકમ સરકાર પાસે નથી. અમે આરબીઆઈ પાસે માગી રહ્યા છે પરંતુ તે આપી નથી રહ્યા. તેમાં ટેકનીકલી સમસ્યા છે. આ એક સાથે નહીં થાય પરંતુ ધીમે ધીમે થઈ જશે.”