ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પરથી સાંગાનેર વિધાનસભા સીટમાં 1,12,465 વોટ મેળવીને વિજયી થયા હતા.
2/4
સાંગાનેર સીટ પરથી ભાજપના અશોક લાહોટીને 107947 વોટ મળ્યા. જ્યારે બીજા નંબરે રહેલા કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 72542 વોટ મળ્યા હતા. ત્રીજા નંબરે ઘનશ્યામ તિવારી રહ્યા હતા. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. પરંતુ આ વખતે કારમી હાર થઈ હતી.
3/4
જયપુરઃ રાજસ્થાન વિધાનસભાના મંગળવારે જાહેર થયેલા પરિણામમાં ભાજપને 73, કોંગ્રેસને 99 સીટ મળી હતી. આ ચૂંટણીમાં વસુંધરાના એક ડઝન જેટલા મંત્રીઓ પણ હારી ગયા હતા. જયપુરના સાંગાનેર વિધાનસભા ક્ષેત્રથી વરિષ્ઠ નેતા અને ભારતીય યુવા વાહિનીના સંસ્થાપક ઘનશ્યામ તિવારીના ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી.
4/4
વસુંધરા રાજે સાથે અણબનાવ બાદ ભાજપમાંથી બળવો કરીને અલગ થયા પછી ઘનશ્યામ તિવારીએ ભારત વાહિની પાર્ટી બનાવી હતી. આ પક્ષના નામ પર તેમને માત્ર 17,371 વોટ જ મળ્યા હતા. તેઓ તેમની ડિપોઝિટ પણ બચાવી શક્યા નહોતા.