ચ્યુગમ ખાવ છો તો સાવધાન, સ્વાસ્થ્ય માટે ખતરનાક, 4 વર્ષના બાળકનો લીધો જીવ
ચ્યુગમ ચીકણું અને રબર જેવી હોય છે. તેથી તેને કલાકો સુધી ચાવવા પછી પણ તેના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. ચ્યુગમ બાળકો અને પુખ્ત વયના બંને માટે જોખમી છે.
યુપીના કાનપુરથી એક ખૂબ જ દર્દનાક ઘટના સામે આવી છે. ચ્યુઇંગ ખાવાથી 4 વર્ષના બાળકનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાળકે તેના ઘરની દુકાનમાંથી એક ચ્યુઇંગ લીધી હતી. તે ખાધા પછી ચ્યુગમ ગળામાં ફસાઇ ગઇ હતી. થોડી જ વારમાં બાળકનું મોત નીપજ્યું હતું. બાળકોને ચોકલેટ જેવી સ્વીટ વસ્તુઓનું ક્રેવિગ થતું હોય છે. આ સંબંધમાં તે ચોકલેટ ચ્યુગમ ણ ખાય છે. પરંતુ આ શોખ ક્યારેક જીવલેણ પણ સાબિત થઇ શકે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ કાનપુરમાં બનેલી આ ઘટના છે. હવે સવાલ એ થાય છે કે, શું ચ્યુઇંગ ગમ કે ટોફી ખરેખર બાળકો માટે આટલી ખતરનાક બની શકે છે. જેના કારણે જીવ પણ જઈ શકે છે.
શું ચ્યુઇંગ ગમ પુખ્ત વયના અથવા બાળકો માટે જોખમી છે?
ચ્યુઇંગ ચીકણી ચોકલેટ હોય છે.તેથી, તેને કલાકો સુધી ચાવવા પછી પણ તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી. એવું માનવામાં આવે છે કે, જ્યારે ચ્યુઇંગ ગમ ગળી જાય છે, ત્યારે તે આપણા પેટના આંતરડામાં અવરોધ પેદા કરી શકે છે.
ચ્યુઇંગ ગમ ખાસ કરીને નાના બાળકો માટે ખૂબ જોખમી છે. કારણ કે તેમની ફૂડ પાઈપ નાની હોય છે અને જો કોઈ ચીકણી વસ્તુ તેમાં ફસાઈ જાય તો તેને ઘણી સમસ્યા થાય છે. ચ્યુઇંગ ગમ એવી સામગ્રીથી બનેલી હોય છે કે તે ઓગળી શકતી નથી અથવા કોઈપણ વસ્તુ સાથે ભળી શકતી નથી. આપણું શરીર તેને પચાવી શકતું નથી. તે શરીરમાં પાચન ઉત્સેચકો ઉત્પન્ન કરતું નથી અને તે પેટમાં અકબંધ રહે છે. જો કે, થોડા કલાકો અથવા દિવસો પછી, તે આપણા પાચનતંત્રમાંથી પસાર થાય છે અને સ્ટૂલ દ્વારા બહાર આવે છે.
ચ્યુગમ આંતરડામાં ચોંટી જાય છે
જો ચ્યુઇંગ ગમ મળ દ્વારા બહાર ન આવે તો તે આંતરડામાં ચોંટી જાય છે, જેના કારણે તે બ્લોકેજનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરની વિશેષ સલાહ લેવી જરૂરી છે. જો ચ્યુઇંગ ગમ લાંબા સમય સુધી પેટમાં રહે તો તેનાથી ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યા થઈ શકે છે. ચ્યુઇંગ ગમ ગળી જવાથી માત્ર બાળકોને જ નહીં પરંતુ પુખ્ત વયના લોકોને પણ સમસ્યા થઈ શકે છે. તેથી તેને અવોઇડ જ કરવી હિતાવહ છે.