ICMR Guidelines Diabetes: ડાયાબિટીસ ટાઈપ-1 માટે ICMR એ જાહેર કરી ગાઇડલાઇન, જાણો કઈ ઉંમરના લોકોને છે સૌથી વધુ ખતરો
ICMR Guidelines Diabetes: આઈસીએમઆરની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે યુવાનોમાં ડાયાબિટીઝનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. ટાઇપ-1 ડાયાબિટીસ બાળકો અને સગીરોમાં સામાન્ય છે.
ICMR Guidelines Diabetes: લોકોને ડાયાબિટીસથી સુરક્ષિત રાખવા માટે આઈસીએમઆરએ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આઈસીએમઆર દ્વારા ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીઓ માટે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોના મહામારીએ લોકોની લાઇફ સ્ટાઇલ પર મોટી અસર કરી છે તેવા સમયે જ આ ગાઇડલાઇન આવી છે. કોરોના મહામારીના કારણે ડાયાબિટીસથી પીડિત દર્દીઓને હાઈ રિસ્કનો સામનો કરવો પડ્યો હતો અને તેમના મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો થયો હતો. પહેલીવાર આઈસીએમઆરએ ટાઈપ-1 ડાયાબિટીસ માટે ગાઈડલાઈન જાહેર કરી છે.
શું છે ગાઇડલાઇનમાં
આઈસીએમઆરની ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે યુવાનોમાં ડાયાબિટીઝનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. ટાઇપ-1 ડાયાબિટીસ બાળકો અને સગીરોમાં સામાન્ય છે. 5-7 વર્ષના બાળકો અને 18 વર્ષની ઉંમર પહેલાના બાળકોમાં ટાઇપ-1નું જોખમ સૌથી વધુ હોય છે. આ બીમારીવાળા બાળકોનું વજન ઓછું થવા લાગે છે. થાઇરોઇડનો ખતરો પણ રહે છે. પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો પણ તેમને સંતાન થઈ શકે છે. ટાઈપ-1 ડાયાબિટીસના દર્દીઓ માટે આઈસીએમઆરએ તેમને પોતાના આહારમાં 50-55 ટકા કાર્બોહાઈડ્રેટ, 10 ટકાથી વધુ સુક્રોઝ, 25-35 ટકા ફેટ, 15-20 ટકા પ્રોટીનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
ICMR issues guidelines for the management of Type 1 Diabetes. The guidelines come at a time when the #COVID19 pandemic has disproportionately affected people with diabetes population, exposing them to a high risk for severe illness and mortality. pic.twitter.com/5Kqm0PIk7G
— ANI (@ANI) June 6, 2022
ચીન બાદ ભારતમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ
શું ડાયાબિટીસ એક આનુવંશિક રોગ છે, શું તે આવનારી પેઢીઓમાં આગળ વધે છે. દાદાથી બાપ, બાપથી દીકરામાં બદલી થઈ છે તે પ્રશ્ન લાંબા સમયથી વૈજ્ઞાનિકોમાં ચર્ચાનો ભાગ રહ્યો છે. પરંતુ તાજેતરમાં અમેરિકન અને ભારતીય સંશોધકોએ એક સંયુક્ત સંશોધન કર્યું હતું અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે, આગામી પેઢીમાં તબદીલ થનારા ડાયાબિટીસની ટકાવારી દરેક ક્ષેત્રમાં અલગ-અલગ હોય છે. ચીન બાદ ભારતમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે.
ICMR released guidelines for the management of type 1 diabetes. pic.twitter.com/6dqGbnuWwM
— ANI (@ANI) June 6, 2022
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )