Myositisની ઝપેટમાં આવી પેન ઇન્ડિયા સ્ટાર સામંથા પ્રભુ, જાણો, આ બીમારી શું છે, શરીર પર શું કરે છે અસર
માયોસિટિસ નામની બીમારીમાં સ્નાયુઓમાં સોજો, તીવ્ર દુખાવો સહિતના અન્ય લક્ષણો અનુભવાય છે. હવે પેન ઈન્ડિયા સ્ટાર સામંથા પ્રભુ આ બીમારીની ઝપેટમાં આવી ગઈ છે.
Myositis:માયોસિટિસ નામની બીમારીમાં સ્નાયુઓમાં સોજો, તીવ્ર દુખાવો સહિતના અન્ય લક્ષણો અનુભવાય છે. હવે પેન ઈન્ડિયા સ્ટાર સામંથા પ્રભુ આ બીમારીની ઝપેટમાં આવી ગઈ છે.
દક્ષિણ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી અને પેન ઈન્ડિયા સ્ટાર સમંથા રૂથ પ્રભુને માયોસિટિસ નામના ઓટોઈમ્યુન ડિસઓર્ડરની અસર થઈ છે. આ વાતનો ખુલાસો તેણે પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે. નસોમાં સોજો આવવાથી માંડીને હૃદય, આંખો અને અન્ય અવયવોને અસર કરતી બીમારી એકદમ ગંભીર છે. આ રોગ શું છે, કેવી રીતે થાય છે? જાણીએ
માયોસિટિસ શું છે
માયોસિટિસ શબ્દ પોતે સ્નાયુઓના સોજાનો સંદર્ભ આપે છે. સ્નાયુઓ ખૂબ જ સૂજી જાય છે આ સ્થિતિમાં દર્દીને તીવ્ર દુખાવો થાય છે. આમાં સ્નાયુઓ નબળા, પીડાદાયક અને અત્યંત થાકી જાય છે.
શરીર પર શું અસર થાય છે
માયોસિટિસ ખભા, હિપ્સ અને જાંઘની આસપાસના સ્નાયુઓને અસર કરે છે. આ રોગનીઅસર શરીરના અન્ય ભાગો જેમ કે ત્વચા, ફેફસા અથવા તો હૃદયમાં પણ થઈ શકે છે. તે સ્નાયુઓને અસર કરીને શ્વાસ લેવામાં તકલીફ અને ખાવામાં તકલીફ સહિતની સમસ્યા ઊભી કરે છે. જો સ્નાયુઓ નબળા હોય, તો દર્દી સંતુલન ગુમાવી શકે છે. આંખોની આસપાસ સોજો અને દ્રષ્ટિની સમસ્યા પણ હોઈ શકે છે. સ્નાયુઓ નબળા પડવાથી, વાળ ઓળવા, સીડી ચઢવા અને વાહનમાંથી નીચે ઉતરવા જેવા રૂટિન લાઇફના કામો પણ ખુબ જ મુશ્કેલી પડે છે.
રોગ કેમ ખતરનાક છે
રોગ સામે લડવા માટે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ કામ કરે છે. તંદુરસ્ત રોગપ્રતિકારક શક્તિ ઘા રૂઝ, ચેપ અને રોગ સામે રક્ષણ આપે છે. પરંતુ માયોસિટિસ જેવા રોગમાં, જ્યારે ઓટો ઇમ્યૂન સ્થિતિ વિકસિત થાય છે, ત્યારે માત્ર તે જ મૂંઝવણમાં આવે છે જેઓ શરીરને રોગથી બચાવે છે. તેઓ સારા અને ખરાબ બેક્ટેરિયા વચ્ચે તફાવત કરવામાં અસમર્થ બની જાય છે. અને તેના કારણે તે સારા ઇમ્યૂન તંત્ર પર અટેક કરે છે અને તેના કારણે આ બીમારી ઘર કરી જાય છે.
માયોસિટિસની સારવાર
દર્દીની પ્રાથમિક સારવાર સ્ટેરોઈડ આપીને કરવામાં આવે છે. જો આનાથી દર્દીની સ્થિતિમાં સુધારો થતો નથી, તો નિયમિત કસરત, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી અને અન્ય ઉપચારોનો સમાવેશ થાય છે. દર્દીની સારવાર ડૉક્ટરની દેખરેખ હેઠળ થવી જોઈએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.