શોધખોળ કરો

Weight Loss Diet: કેળા ખાઇને પણ ઘટાડી શકો છો વજન, આ રીતે કરો સેવન

વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બેડોળ કરે છે, પરંતુ ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે

Weight Loss Diet: વજન વધવું એ સૌથી મોટી સમસ્યા છે. વધતું વજન ન માત્ર તમારું શરીર બદસૂરત કરે છે, પરંતુ  ઘણી બીમારીઓનો શિકાર બનવાનું જોખમ પણ રહે છે. શરીરનું વજન ઘટાડવા માટે આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. આહારમાં એવી વસ્તુઓ પસંદ કરવી જરૂરી છે જેનાથી શરીરનું વજન ઓછું રહે. વજન ઘટાડવા માટે કેળાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.

પોષક તત્વોથી ભરપૂર કેળું ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. કેળાનું સેવન કરવાથી મેટાબોલિઝમ વધે છે અને શરીરને ભરપૂર એનર્જી પણ મળે છે. વિટામિન સી અને ખનિજોથી સમૃદ્ધ, કેળા ફાઇબર અને પોટેશિયમનું પાવરહાઉસ છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તેનું સેવન કરવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે, સાથે જ સ્થૂળતા પણ ઓછી થાય છે.

મોટા કેળામાં લગભગ 100 કેલરી મળી આવે છે, જો તમે મધ્યમ કદના 2-3 કેળાઓનું સેવન કરો છો, તો તે તમારું પેટ ભરાઇ જાય છે અને ભૂખ પણ ઓછી કરે છે. કેળામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ તમને લાંબા સમય સુધી એનર્જી આપે છે, જેથી તમને ખાવાની લાલસા ઓછી થશે અને તમારું વજન પણ ઓછું થશે. કેળાના સેવનથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત રહે છે. ચાલો જાણીએ કે વજન ઘટાડવા માટે ઘણા બધા ગુણોથી ભરપૂર કેળાનું સેવન કેવી રીતે કરવું.

વજન ઘટાડવા માટે કેળાનું સેવન આ રીતે  કરો

 જો તમે વધતા વજનથી પરેશાન છો અને ડાયટ દ્વારા વજન ઓછું કરવા માંગો છો તો કેળાનું સેવન કરો. વજન ઘટાડવા માટે પાકેલું કેળું ખાઓ. કાચા કેળા તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

કેળા સાથે ખાઓ આ વસ્તુઓ

 જો તમે વજન ઘટાડવા માટે કેળાનું સેવન કરવા માંગો છો તો તેને કોર્ન ફ્લેક્સ સાથે ખાઓ. આ સિવાય તમે અન્ય ફળોની સાથે ફ્રૂટ ચાર્ટ બનાવીને પણ કેળાનું સેવન કરી શકો છો, વજન નિયંત્રણમાં રહેશે. કેળા ખાવાથી તમને પેટ ફૂલવાની સમસ્યા નથી થતી.

વજન ઘટાડવા માટે કેળા સાથે ઓટ્સ ખાઓ

 કેળા અને ઓટ્સમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે ભૂખને નિયંત્રિત કરે છે, સાથે જ વજન પણ ઘટાડે છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કેળા અને ઓટ્સનું સેવન કરીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય

વિડિઓઝ

Delhi VHP Protest : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં દિલ્લીમાં VHPનું વિરોધ પ્રદર્શન
Vadodara News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોએ વડોદરામાં અકસ્માત સર્જ્યો
Vadodara Accident Case : વડોદરા હિટ એંડ રન કેસમાં રક્ષિત ચોરસિયાને હાઈકોર્ટથી રાહત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
Stone Pelting in Ahmedabad: અમદાવાદમાં દબાણો દૂર કરતા AMC- પોલીસ પર પથ્થરમારો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, બહારના લોકો માત્ર આઈકાર્ડ દેખાડી દારુ પી શકશે
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, જાણો 10 ગ્રામ ગોલ્ડનો લેટેસ્ટ રેટ
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
PAN-Aadhaar Link: 31 ડિસેમ્બર પહેલા PAN-Aadhaar લિંક નહીં કરો તો લાગશે ઝટકો, સરકારે આપી અંતિમ ચેતવણી 
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
શું 1 એપ્રિલ 2026થી ઈન્કમ ટેક્સ પાસે હશે તમારા બેન્ક એકાઉન્ટ-ઈમેલનું એક્સેસ? સરકારે જણાવ્યું સત્ય
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
સાવધાન! બેદરકારીને કારણે તમારા બધા એકાઉન્ટ ખાલી થઈ શકે છે, તમે પણ નથી કરી રહ્યા ને પાસવર્ડ સંબંધિત આ ભૂલ ?
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
વડોદરા: રક્ષિત ચૌરસિયાને મળ્યા જામીન, નશામાં ધૂત કાર ચલાવી આઠને ઉડાવ્યા હતા 
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકાની મોટી ઓફર, હજારો ડોલર સાથે હવાઇ ટિકિટ ફ્રી અને ....
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
‘ભારતમાં લોકતંત્ર પર થઈ રહ્યો છે હુમલો ’, રાહુલ ગાંધીએ જર્મનીમાં દેશની એજન્સીઓ પર ઉઠાવ્યા સવાલ
Embed widget