શોધખોળ કરો
અમદાવાદઃ સોલા સિવિલના આ કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ અપાશે ત્યારે નીતિન પટેલ પોતે કેમ રહેશે હાજર ?
59 વર્ષીય દેવેન્દ્ર પરમાર 112 દિવસ સુધી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ને કોરોનાના મહાત આપીને 113મા દિવસે રજા લેશે.
![અમદાવાદઃ સોલા સિવિલના આ કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ અપાશે ત્યારે નીતિન પટેલ પોતે કેમ રહેશે હાજર ? Ahmedabad: Deputy CM Nitin Patel to visit sola civil hospital due to this reason check details અમદાવાદઃ સોલા સિવિલના આ કોરોનાના દર્દીને ડિસ્ચાર્જ અપાશે ત્યારે નીતિન પટેલ પોતે કેમ રહેશે હાજર ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/18163047/nitin-patel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઈલ તસવીર)
અમદાવાદઃ સોલા સિવિલ હોસ્પિટલમાંથી દેવેન્દ્ર પરમાર નામના દર્દીને આજે ડિસ્ચાર્જ અપાશે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સોલા સિવિલ હોસ્પિટલ ઉપસ્થિત રહેશે. કોઈ દર્દીને ડિસ્ચાર્જ અપાય ને નાયબ મુખ્યમંત્રી હાજર રહે એ એનોખી ઘટના કહેવાય.
આ અનોખી ઘટનાનું કારણ એ છે કે, દેવેન્દ્ર પરમાર નામના દર્દી સોલા સિવિલ હોસ્પિટલમાં 112 દિવસ સુધી કોરોનાની સારવાર લીધા બાદ ડિસ્ચાર્જ થશે. ગુજરાતની સરકારી હોસ્પિટલમાં આટલી લાંબી સારવાર લેનાર દેવેન્દ્ર પરમાર પહેલા દર્દી છે. આ અગાઉ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિહ સોલંકીએ પણ 100 થી વધુ દિવસ સુધી કોરોનાની સારવાર લીધી હતી પણ સોલંકીએ ખાનગી હોસ્પિટલમાં લીધી હતી સારવાર લીધી હતી. 59 વર્ષીય દેવેન્દ્ર પરમાર 112 દિવસ સુધી સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા ને કોરોનાના મહાત આપીને 113મા દિવસે રજા લેશે.
કોરોનાની ૧૦૦ દિવસ કરતાં વધુ દિવસની સારવાર મેળવી સાજા થયેલા દર્દીને આજે રજા અપાશે. જેથી તેમને શુભેચ્છા આપવા તથા તમામ ડોકટર્સ અને પેરામેડિકલ સ્ટાફને અભિનંદન આપવા નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત તેઓ હોસ્પિટલની કામગીરીનો રીવ્યુ કરી નિરીક્ષણ પણ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)