(Source: ECI/ABP News/ABP Majha)
પેટ્રોલની ટાંકી કરાવી લેજો ફૂલ, નહીંતર લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે; પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનું નો પરચેઝનું એલાન
Petrol Diesel: ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે.
No Purchase of Petrol Diesel: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના આધારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. વિવિધ રાજ્યોમાં સ્થાનિક કર લાદવામાં આવતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શહેરોમાં અલગ અલગ હોય છે. ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનની છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતાં 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ ન ખરીદવા નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.
પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનનો શું છે આક્ષેપ
છેલ્લા અનેક સમયથી પડતર માંગણીઓનો નિવેડો ન આવતા જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 6 વર્ષથી ડીલર માર્જિનના વધારો કરવા માંગ કરવામાં આવી રહી છે પરંતુ કંઈ થયું નથી. ઉપરાંત CNG નું ડીલર માર્જિન 1 નવેમ્બર 20201 થી 31 માર્ચ 2023 સુધી મળ્યું ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે અને બ્રાન્ડેડ પેટ્રોલ અને ડીઝલ ફરજિયાત વેચવા વધુ દબાણ કરાતું હોવાના એસોસિએશનના આક્ષેપ છે.
ગુજરાતના પેટ્રોલ પમ્પ સંચાલકોએ પેટ્રોલિયમ મંત્રાલય અને ક્રૂડ ઓઇલ કંપનીઓ સામે બાંયો ચઢાવી છે. ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીઓ સામે પેટ્રોલ પંપ સંચાલકો ગુસ્સામાં આવ્યા છે. તેથી તમામ પેટ્રોલપંપ સંચાલકોએ નિર્ણય લીધો કે, ગુજરાતના સાડા ચાર હજાર પેટ્રોલ પમ્પ સંચાલકો 15મી સપ્ટેમ્બરે કંપનીઓમાંથી પેટ્રોલ ડીઝલનો જથ્થો નહીં ઉઠાવે. જો ગુજરાતના પેટ્રોપ પંપની માંગ પૂરી નહિ થાય તો શક્ય છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળશે. તેમજ કદાચ તમને પેટ્રોલ પૂરવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે. અથવા તો તમને તમારા સમય પર પેટ્રોલ ભરાવવા નહિ મળે.
આ રીતે, તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો-
ઓઈલ કંપનીઓ ગ્રાહકોને એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ચેક કરવાની સુવિધા આપે છે. BPCL ગ્રાહક કિંમત જાણવા માટે, RSP <ડીલર કોડ> લખો અને તેને 9224992249 નંબર પર મોકલો. જ્યારે ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ RSP <ડીલર કોડ> લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. HPCL ગ્રાહકોએ HPPRICE <ડીલર કોડ> લખીને 9222201122 પર મોકલવો પડશે. થોડીવારમાં તમને નવીનતમ દરની માહિતી મળી જશે.
આ પણ વાંચોઃ
શ્રાવણનાં અંતિમ દિવસે કરો 7 વસ્તુઓનું કરો દાન, આખા મહિનાની પૂજા જેટલું મળશે ફળ