લઠ્ઠાકાંડ બાદ પોલીસની હપ્તાગીરા આવી સામે, બરવાળા મહિલા ASI અને હોમગાર્ડનો કથિત ઓડિયો વાયરલ
બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. મહિલા ASI યાસમીન બાનું ઝડકીલાનો બૂટલેગર સાથેનો કથિત ઓડિયો વાયરલ થયો છે.
બોટાદઃ બરવાળાના મહિલા ASI અને હોમગાર્ડ જવાનની દેશી દારૂના બુટલેગર સાથે વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થયો છે. મહિલા ASI યાસમીન બાનું ઝડકીલાનો બૂટલેગર સાથેનો કથિત ઓડિયો વાયરલ થયો છે. બૂટલેગર મહિલા ASIને ચોકડી ગામના બૂટલેગરનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યા છે. બૂટલેગર બરવાળાનો હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે ચોકડી ગામના બૂટલેગર નો હપ્તો નક્કી કરાવાની વાત કરી રહ્યો છે. ચોકડી ગામના બૂટલેગર મેહુલ નામના શખ્સના હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે.
કેટલો હપ્તો લેશે અને મારી પાસે મેડમના પૈસા લેવા ક્યારે આવશો તેવી વાત પણ કરી રહ્યો છે. બરવાળા ગામના લગધીરસિંહ ઝાલા નામના વ્યક્તિએ ત્રણ પહેલા ACB માં લેખિત રજુઆત કરવામાં આવી હતી. રજુઆતનો પત્ર અને ઓડિયો કલીપ વાયરલ થઈ છે. હાલ બરવાળા વિસ્તારમાં થયેલ લઠ્ઠાકાંડમાં 25 લોકોના મોત થયા છે ત્યારે ઓડિયો કલીપ વાયરલ થતા મુદ્દો ટોકો અપ ધ ટાઉન થયેલ છે. ઓડિયો કલીપ એબીપી અસ્મિતા કોઈ પુષ્ટિ કરતું નથી.
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં 11 લોકોના મોત થયા છે. ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 લોકોના મોત થયા છે. ભાવનગર, બરવાળાની હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત થયા છે. હજુ પણ ભાવનગર સિવિલમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13થી વધુ લોકો સારવાર હેઠળ છે.
બરવાળા પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બરવાળા પોલીસ વધુ બે શકમંદોની અટકાયત કરી છે. બે શકમંદોને પોલીસ મથકે પૂછપરછ માટે લવાયા છે.
બોટાદના બરવાળાના નભોઇમાં ઝેરી દારૂ પીવાના કારણે 20થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 15ખી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે. ઝેરી દારૂના કારણે બરવાળા અને ધંધુકામાં મોતનો માતમ,. બરવાળાના લઠ્ઠાકાડના કારણે આકરૂ,ઇચડી, અણિયારી, સહિતના આસપાસના ગામમાં મોતનું મામત છવાયું છે. ઝેરી દારૂની અસરથી ચંદરવામાં 2 અને દેવગણામાં 2 લોકોના મોત થયા છે.