![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ahmedabad: સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
આ કેસના તપાસ કરનાર અધિકારી તત્કાલીન નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાદવ અને પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ એ ગોહિલ હતા.
![Ahmedabad: સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી The court sentenced the accused who kidnapped and molestation a minor girl to 20 years Ahmedabad: સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનારા આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/31/d6f5c3a0e564aa83d20c0b1674a886db172508838162078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: નારોલ પોલીસ સ્ટેશનમાં 2019માં સગીર વયની છોકરીનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપી રાજુ ઉર્ફે ભુવો નવઘણભાઈ દેવીપુજકને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 25000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસના તપાસ કરનાર અધિકારી તત્કાલીન નારોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ જાદવ અને પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ એ ગોહિલ હતા. જેમણે મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા તથા વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરતા આ કેસ ચાલતા જેમાં 12 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા અને 19થી વધારે દસ્તાવેજી પુરાવાના આધારે સરકારી વકીલ ભરત પટણીની દલીલના આધારે નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટ અમદાવાદ દ્વારા આરોપી રાજુ ઉર્ફે ભુવો નવઘણભાઈ દેવીપુજકને 20 વર્ષની સખત કેદની સજા અને 25,000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવેલ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)