Billionaires List: અમીરોની યાદીમાં ટોપ-30માંથી પણ બહાર અદાણી, આટલી રહી ગઇ નેટવર્થ
અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટથી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીને અબજોનુ નુકસાન થયું છે
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટથી ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીને અબજોનુ નુકસાન થયું છે. ગૌતમ અદાણી નેટવર્થમાં મજબૂત ઘટાડાને કારણે વિશ્વના અમીરોમાં તેમનો પ્રભાવ ઝડપથી ઘટ્યો છે. તેઓ દુનિયાના અમીરોની યાદીમાંથી ટોપ-30માંથી પણ બહાર થઇ ગયા છે.
અબજોપતિઓની યાદીમાં 33મા નંબરે પહોંચ્યા અદાણી
અદાણી ગ્રુપ પર અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ પ્રકાશિત થયો તે પહેલાં અદાણી એલન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ટ અને જેફ બેઝોસ પછી ટોપ-10 અબજોપતિઓની યાદીમાં ચોથા નંબરે હતા. તે સમયે તેમની કુલ સંપત્તિ 116 બિલિયન ડોલરની આસપાસ હતી.
ગ્રુપની માર્કેટ કેપમાં રૂ. 12 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. દરમિયાન, શેરના ભાવ ઘટવાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ ઘટાડો થયો હતો અને તે અમીરોની યાદીમાં 10મા સ્થાને પહોંચી ગયા હતા, હિંડનબર્ગની સુનામી અહીં જ અટકી ન હતી અને 15 દિવસમાં અદાણીને ટોપ-10 અબજોપતિઓની યાદીમાંથી હટાવી દીધા હતા. હવે તેઓ ટોપ-30માંથી બહાર આવીને 33મા સ્થાને પહોંચી ગયા છે.
સંપત્તિમાં થયેલા ઘટાડાની વાત કરીએ તો, ગૌતમ અદાણીએ આ વર્ષની શરૂઆતથી લગભગ 81 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ, અદાણીની નેટવર્થ હવે ઘટીને 35.3 બિલિયન ડોલર રહી છે. આટલી સંપત્તિ સાથે તેઓ વિશ્વના 33મા સૌથી અમીર વ્યક્તિ છે. એક મહિનામાં અદાણીના શેર 85 ટકા સુધી તૂટ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં ગૌતમ અદાણી 150 બિલિયન ડોલરની નેટવર્થ સાથે નંબર વન ખુરશી તરફ આગળ વધી રહ્યા હતા.
ગૌતમ અદાણીની નેટવર્થમાં ઘટાડો થવાને કારણે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ તેમની પાસેથી છીનવાઈ ગયો હતો અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી પાસે પહોંચી ગયો હતો. આ સાથે બંને ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં પણ અંતર વધી ગયું છે.
Layoff: વધુ એક મોટી છટણી, હવે આ ટેક કંપની દુનિયાભરમાં પોતાના 8500ને છુટા કરશે, જાણો
Ericsson Layoff: ટેલિકૉમ હાર્ડવેર બનાવનારી કંપની એરિક્સને હવે છટ્ટણીનો ફેંસલો કર્યો છે. કંપની પોતાના ખર્ચમાં કાપ મુકવા માટે દુનિયાભરમાંથી 8500 કર્મચારીઓની છટ્ટણી કરશે. કંપનીએ આ બાબત કર્મચારીઓને મેમો આપીને કરી છે.
એરિક્સને આ અઠવાડિયે સોમવારે સ્વીડનમાં 1400 કર્મચારીઓની છટ્ટણીનું એલાન કર્યુ હતુ, પરંતુ તેના થોડાક જ દિવસો બાદ કંપનીએ દુનિયાભરમાં 8500 કર્મચારીઓની છટ્ટણી કરવાનો ફેંસલો કર્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યૂટિવ બૉર્ઝે એકહૉલ્મે કર્મચારીઓને મોકલેલા મેમોમાં લખ્યુ છે કે, કર્મચારીઓની છટ્ટણી તે દેશના પ્રેક્ટિસના આધાર પર કરવામાં આવશે, અને અલગ અલગ દેશોમાં આની રીત અલગ હશે. તેમને બતાવ્યુ કે, કેટલાય દેશોમાં લોકોની છટ્ટણીની જાણકારી પહેલાથી આપી દેવામાં આવી છે.
તાજેતરમાં જ વૈશ્વિક આર્થિક સંકટને ધ્યાનમાં રાખતા કેટલીય ટેકનોલૉજી કંપનીઓએ હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટ્ટણી કરી છે અને ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની આ સૌથી મોટી છટ્ટણી હશે. કંપનીએ ત્રિમાસિક માટે પરિણામ જાહેર કર્યુ હતુ, તે આશાઓથી ઓછુ હતુ, અમેરિકા સહિત આખા રિઝનમાં પણ 5જી ઇક્વીપમેન્ટની માંગમાં કમી આવી છે