Union Budget 2022 LIVE: ક્રિપ્ટોકરન્સી સહિત વર્ચ્યુઅલ ડિજિટલ એસેટમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે
કોરોના મહામારીના સંકટ વચ્ચે રજૂ થનારા બજેટમાં સરકારની પ્રાથમિકતાઓ શું હશે અને તેમાં નોકરીયાત અને સામાન્ય લોકો માટે શું થશે, તેના પર તમામની નજર રહેશે.
LIVE
Background
સામાન્ય માણસને કોઈ રાહત નહીં, આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
સામાન્ય માણસને આ બજેટમાં આવકવેરાના મોરચે કોઈ રાહત મળી નથી અને આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું હતું કે જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રેકોર્ડ સ્તરે આવી ગયું છે. રોગચાળા છતાં આર્થિક પ્રવૃત્તિમાં ઝડપી વૃદ્ધિને કારણે GST સંગ્રહમાં સારો ઉછાળો જોવા મળ્યો છે.
ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર 30% ટેક્સ
વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે ક્રિપ્ટોકરન્સી પણ તેના કાર્યક્ષેત્રમાં આવશે અને ક્રિપ્ટોકરન્સીમાંથી થતી આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
બજેટમાં ફિનટેક અને ડિજિટાઈઝેશન પર સ્પષ્ટ ભાર
BankBazaar.comના સીઈઓ અધિલ શેટ્ટીએ કહ્યું છે કે બજેટમાં ફિનટેક અને ડિજિટાઈઝેશન પર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યો છે. ડિજિટાઇઝેશન, ફિનટેક અને ટ્રાન્ઝેક્શન ખર્ચ ઘટાડવા પર સ્પષ્ટ ભાર છે. ATM, નેટબેંકિંગ, પેમેન્ટ એપ્સ દ્વારા પોસ્ટલ સેવિંગ્સને ઇન્ટરઓપરેબલ બનાવીને વરિષ્ઠ નાગરિકો અને ગ્રામીણ લોકોને સુવિધા આપવામાં આવશે. RuPay અને UPI દ્વારા MDR ફીમાં સબસિડી આપવાનો નિર્ણય એક સકારાત્મક પગલું છે.
સહકારી સંસ્ટેથાનો ક્સ ઘટાડીને 15 ટકા કર્યો
નાણામંત્રીએ સહકારી સંસ્થા પરનો ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે. ટેક્સ પર સરચાર્જ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવામાં આવ્યો છે.