Union Budget 2025: શેર બજારમાં બજેટનો જોવા મળ્યો સકારાત્મક પ્રભાવ,સરકારી કંપનીના શેરમાં ઉછળો
Stock market:આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે, જ્યારે 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 50ના 35 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 16 શેરોમાં ઘટાડો છે. ખાસ કરીને આઈટી સેક્ટરમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળી રહ્યો છે.

Stock market: ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત તેજીનું વાતાવરણ છે. સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. સવારે 10:00 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 77,153ના સ્તરે હતો. સેન્સેક્સે આજે 76,888 ના સ્તર પર કારોબારની શરૂઆત કરી. નિફ્ટીમાં પણ 150થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીએ 23,296ના સ્તરે ટ્રેડિંગની શરૂઆત કરી હતી, જ્યારે સવારે 10:00 વાગ્યા સુધીમાં તે 23,888ના સ્તરે પહોંચી ગયો હતો.
આજના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30માંથી 19 શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે, જ્યારે 12 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 50ના 35 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 16 શેરોમાં ઘટાડો છે. ખાસ કરીને આઈટી સેક્ટરમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક બજાર પર નજર કરીએ તો આજે એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.062% નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે કોરિયાના કોસ્પીમાં 1.49% નો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જાપાનના નિક્કીમાં 0.067%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. અગાઉ 30 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.38%ના વધારા સાથે 44,882 પર બંધ થયો હતો, જ્યારે S&P 500 ઈન્ડેક્સ 0.53%ના વધારા સાથે 6,071 પર બંધ થયો હતો.
આ પહેલા 30 જાન્યુઆરીએ ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. હકીકતમાં, દિવસના અંતે, સેન્સેક્સ 226 પોઈન્ટના વધારા સાથે 76,759 પર ટ્રેડિંગ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 86 પોઈન્ટના વધારા સાથે 23,249 પર બંધ થયો હતો. BSE મિડકેપ 16 પોઈન્ટના ઘટાડા સાથે 42,350 પર બંધ રહ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ 8 પોઈન્ટના વધારા સાથે 49,059 પર બંધ રહ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
