Jobs Layoffs: તમે પણ આ સેક્ટરનું ભણ્યા છો તો થઈ જાવ સાવધાન, 100000 લોકોની ગઈ નોકરી
Tech Industry: તાજેતરમાં જ ઈન્ટેલે 15 હજારથી વધાર કર્મચારીઓને પાણીચું પકડાવ્યું હતું. ચાલુ વર્ષે 384 કંપનીઓમાં છટણી કરવામાં આવી છે.
Tech Industry: 2023માં શરૂ થયેલી ટેક ઉદ્યોગમાં છટણીનો તબક્કો સમાપ્ત થવાના કોઈ સંકેતો દેખાતો નથી. વર્ષ 2024માં પણ ઉદ્યોગની અગ્રણી કંપનીઓ મોટા પાયે છટણી ચાલુ રાખી રહી છે. હવે મોટાભાગની કંપનીઓ સાયલન્ટ છટણી દ્વારા લોકોને ઘરે મોકલી રહી છે. આ વર્ષે જુલાઈના અંત સુધીમાં લગભગ 1 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી છે. માત્ર જુલાઈ મહિનામાં જ 34 ટેક કંપનીઓએ લગભગ 8000 લોકોને નોકરીમાંથી છૂટા કર્યા છે. ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ જેવી મોટી કંપનીઓએ પણ નોકરીઓ છીનવી લેવાની પ્રક્રિયા ચાલુ રાખી છે.
ઇન્ટેલે 15 હજાર લોકોને છૂટા કરવાની જાહેરાત કરી
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, વર્ષ 2024માં દુનિયાભરની 384 કંપનીઓમાંથી 124,517 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. ઇન્ટેલે તાજેતરમાં 15 હજારથી વધુ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. 10 બિલિયન ડોલરની બચત કરવાની યોજનાના ભાગરૂપે કંપની તેના કર્મચારીઓમાં 15 ટકાનો ઘટાડો કરશે. કંપનીની આવકમાં મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત તેણે ડિવિડન્ડ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ, માઇક્રોસોફ્ટે પણ છેલ્લા 2 મહિનામાં લગભગ 1000 લોકોની છટણી કરી છે. જોકે, કંપની આ વાતની પુષ્ટિ કરી રહી નથી.
વિશ્વની ઘણી કંપનીઓમાં છટણી કરવામાં આવી રહી છે
આ સિવાય સોફ્ટવેર કંપની UKG એ લગભગ 2200 કર્મચારીઓની છટણી કરી છે. કેલિફોર્નિયા સ્થિત ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સોફ્ટવેર કંપની ઇન્ટ્યુટે પણ સ્ટાફમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે અને લગભગ 1800 લોકોને ઘરે મોકલી દીધા છે. બ્રિટિશ કંપની ડાયસને પણ વધતી સ્પર્ધા અને પુનઃરચનાનું કારણ આપીને 1000 લોકોની છટણીની જાહેરાત કરી છે. કંપનીના વિશ્વભરમાં 15 હજાર કર્મચારીઓ છે. બીજી તરફ રશિયાની સાયબર સિક્યોરિટી કંપની કેસ્પરસ્કીએ અમેરિકામાં પ્રતિબંધ બાદ પોતાની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
થોડા સપ્તાહ પહેલા ટેસ્લા ઈન્ક. તેના વૈશ્વિક કર્મચારીઓમાં 10 ટકાથી વધુનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ઈલેકટ્રોકના અહેવાલ મુજબ, કાર નિર્માતા કંપની ઈલેકટ્રિક વાહનોની માંગમાં મંદી સામે ઝઝૂમી રહી છે. એલોન મસ્કએ કાપ માટેના કારણ તરીકે ચોક્કસ ક્ષેત્રોમાં ભૂમિકાઓ અને જોબ ફંક્શન્સની ડુપ્લિકેશનનો ઉલ્લેખ કર્યો હતો. ઇલેક્ટ્રોકે જચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સ્ટાફને મોકલેલા ઇમેઇલને ટાંકીને જણાવ્યું કે, અમે કંપનીને વૃદ્ધિના અમારા આગલા તબક્કા માટે તૈયાર કરીએ છીએ, ત્યારે ખર્ચ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે કંપનીના દરેક પાસાઓ પર ધ્યાન આપવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રયાસના ભાગરૂપે, અમે સંસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરી છે અને વૈશ્વિક સ્તરે અમારી સંખ્યાને 10% કરતા વધુ ઘટાડવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે.