Hindenburg: હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગે આ વખતે સેબી પર સીધો હુમલો કર્યો છે. હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો.
SEBI: અદાણી જૂથને નિશાન બનાવનાર હિંડેનબર્ગે આ વખતે બજાર નિયામક સેબી પર સીધો હુમલો કર્યો છે. હિંડનબર્ગે રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે કાર્યવાહી કરી નથી. હિંડનબર્ગ રિસર્ચે સવારે સોશિયલ મીડિયા X પર આ ઘટસ્ફોટની જાહેરાત કરી હતી. છેવટે, ફરી એકવાર અદાણી ગ્રુપ હિંડનબર્ગના નિશાના પર છે. ગુપ્ત દસ્તાવેજોને ટાંકીને હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો. એબીપી ન્યૂઝ એ દસ્તાવેજોની પુષ્ટિ કરતું નથી કે જેના આધારે હિંડનબર્ગે સેબી અધ્યક્ષ પર આ આરોપો મૂક્યા છે.
માધબી પુરી બુચે તેના શેર તેના પતિને ટ્રાન્સફર કર્યા
હિંડનબર્ગ રિસર્ચે તેના આરોપોમાં કહ્યું છે કે, એપ્રિલ 2017થી માર્ચ 2022 સુધી માધાબી પુરી બુચ સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અને અધ્યક્ષ હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો 100 ટકા હિસ્સો હતો. 16 માર્ચ, 2022 ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકના બે અઠવાડિયા પહેલા, તેમણે કંપનીમાં તેમના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા.
18 મહિના પહેલા આપવામાં આવેલ તમામ માહિતી, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી
હિંડનબર્ગે પોતાના ખુલાસામાં જણાવ્યું હતું કે ગયા વર્ષે અદાણી ગ્રુપ સામેના અહેવાલને 18 મહિના વીતી ગયા પછી પણ સેબીએ પગલાં લેવામાં કોઈ રસ દાખવ્યો નથી. મોરેશિયસમાં અદાણી ગ્રુપના બ્લેક મની નેટવર્કની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
હિંડનબર્ગે 24 જાન્યુઆરી, 2023ન રોજ અદાણી ગ્રુપના શેરોમાં હેરફેર અને ઓડિટિંગ ફ્રોડનો આરોપ લગાવતા એક નવો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેને કોર્પોરેટ ઈતિહાસનો સૌથી મોટો ગોટાળો ગણાવાયો હતો. આ રિપોર્ટ ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રસ્તાવિત 20,000 કરોડ રૂપિયાના શેરના વેચાણ પહેલા આવી હતી. આ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરમાં કડકો બોલ્યો હતો અને ગૌતમ અદાણીની અંગત સંપત્તિ અને રેન્કિંગમાં પણ ઘટાડો થયો હતો.
NEW FROM US:
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
Whistleblower Documents Reveal SEBI’s Chairperson Had Stake In Obscure Offshore Entities Used In Adani Money Siphoning Scandalhttps://t.co/3ULOLxxhkU
આ પણ વાંચોઃ
ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર મુસ્લિમ સમુદાયના લોકોનો જમાવડો, સુરક્ષા વધારવામાં આવી, જાણો કારણ