શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ગુજરાતમાં પેટ્રોલના ભાવ 82.50ને પાર
પેટ્રોલમાં 32 રૂપિયા 98 પૈસા એક્સાઈઝ ડ્યૂટી અને 17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો 49 રૂપિયા 98 પૈસા છે. જે 60 ટકાથી વધુ થઈ જાય છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંક્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેમાં 25-25 પૈસાનો વધારો થતા અમદાવાદમાં પેટ્રોલ 82 રૂપિયા 63 પૈસાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. જે અગાઉ 82 રૂપિયા 81 પૈસા હતો.
પેટ્રોલમાં 32 રૂપિયા 98 પૈસા એક્સાઈઝ ડ્યૂટી અને 17 વેટ સાથે કુલ ટેક્સનો હિસ્સો 49 રૂપિયા 98 પૈસા છે. જે 60 ટકાથી વધુ થઈ જાય છે.
એજ રીતે ડીઝલમાં પણ ભાવ પ્રતિ લીટર 80 રૂપિયા 48 પૈસાથી વધીને 81 રૂપિયા 26 પૈસા થઈને અત્યાર સુધીની ટોચે પહોંચ્યો છે. ડીઝલમાં 31 રૂપિયા 83 એક્સાઈઝ ડ્યૂટી અને 17 રૂપિયા વેટ સાથે કુલ ટેક્સ 48 રૂપિયા 83 પૈસા થાય છે.
મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ બંનેનો ભાવ લાઈફ ટાઈમ હાઈ થયો છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 91 રૂપિયા 56 પૈસા અને ડીઝલ 81 રૂપિયા 87 પૈસાએ પહોંચ્યો છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
વધુ વાંચો
Advertisement