Bank Loan: લોન લેનાર વ્યક્તિનું મોત થઇ જાય તો શું કરે છે બેન્ક? આ વ્યક્તિને સૌ પ્રથમ આવે છે ફોન
આજના સમયમાં અચાનક પૈસાની જરૂર પડે ત્યારે લોન લેવી એ કોઈ મોટી વાત નથી.

આજના સમયમાં અચાનક પૈસાની જરૂર પડે ત્યારે લોન લેવી એ કોઈ મોટી વાત નથી. લોકો સામાન્ય રીતે ઘર ખરીદવા અથવા અન્ય કોઈ નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે લોન લે છે. બેન્ક તમને લોન આપે છે અને વ્યાજ વસૂલ કરે છે, જેનો હપ્તો દર મહિને ચૂકવવાનો હોય છે. લોન માટે તમારો ક્રેડિટ સ્કોર ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના આધારે બેન્ક તમને લોન આપે છે અથવા ગેરન્ટી તરીકે કંઈક રાખવાની જરૂર હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો લોન લેનાર વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે તો બેન્ક કોની પાસેથી અને કેવી રીતે પૈસા વસૂલ કરે છે? તેમના તરફથી બેન્ક લોન કોણ ચૂકવે છે? આજે અમે તમને આ સમાચારમાં આ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
બેન્ક પહેલા આ વ્યક્તિ સાથે વાત કરે છે
આ અંગે મની કંટ્રોલ સાથે વાત કરતાં ટાટા કેપિટલે જણાવ્યું હતું કે, જો લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે તો આ સ્થિતિમાં બેન્ક પહેલા સહ-અરજદારનો સંપર્ક કરે છે. જો સહ-અરજદાર પૈસા ચૂકવે તો તે ઠીક છે અન્યથા બેન્ક ગેરન્ટર સાથે વાત કરે છે અથવા મૃતકના પરિવારના સભ્ય અથવા તેના કાનૂની વારસદારને લોનની રકમ ચૂકવવા માટે કહે છે. હવે જો તેમાંથી કોઈ પૈસા ચૂકવવામાં અસમર્થ હોય તો આ સ્થિતિમાં બેન્ક મૃતકની મિલકત જપ્ત કરે છે અને પછી તેને વેચીને લોનની રકમ વસૂલ કરે છે.
બેન્ક મિલકતની હરાજી કરીને પૈસા વસૂલ કરે છે
આ જ નિયમ ઘર કે કાર લોન લેનાર વ્યક્તિને પણ લાગુ પડે છે. જો હોમ લોન લેનાર અથવા કાર ખરીદવા માટે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો બેન્ક તેનું ઘર કે કાર જપ્ત કરે છે. લોન વસૂલવા માટે બેન્ક મૃતકની મિલકત જપ્ત કરે છે અને તેની હરાજી કરે છે. આ કારણે મૃતકના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમારી ગેરહાજરીમાં તમારા પરિવારના સભ્યોને આવી પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે મુદત વીમો લેવો મહત્વપૂર્ણ છે જેથી મુશ્કેલીના સમયે વીમા દ્વારા લોનની રકમ ભરપાઈ કરી શકાય છે.
લોનનો EMI ઘટી જશે, તમારે બસ આ કામ કરવુ પડશે, આ છે સંપૂર્ણ પ્રક્રિયા

