શોધખોળ કરો
Advertisement
શું તમને ખબર છે! જે હેન્ડ સેનેટાઈઝરથી આપણે હાથ સાફ કરીએ છીએ તેના પર સરકાર હવે 18% ટેક્સ વસુલશે
સરકારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝરને જીએસટી સ્લેબમાં એવી વસ્તુની યાદીમાં રાખ્યું છે જેના પર 18 ટકા જીએસટી લાગે છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીના સંકટકાળમાં જે વસ્તુનો ઉપયોગ આપણે બધા લોકો સૌથી વધારે કરીએ છીએ તે છે હેન્ડ સેનેટાઈઝર. દરેક ઓફિસ, ઘર, દુકાન, મોલ અને સાર્વજનિક સ્થળો પર લોકો હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા જોવા મળે છે. પરંતુ હવે તેની સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે જે તમારે જાણવા જરૂરી છે.
ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગનો નિર્ણય
આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝર પર 18 ટકા જીએસટી લાગશે. સરકારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઈઝરને જીએસટી સ્લેબમાં એવી વસ્તુની યાદીમાં રાખ્યું છે જેના પર 18 ટકા જીએસટી લાગે છે. ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગ (એએઆર)એ કહ્યું કે, તમામ પ્રકારના આલ્કોહોલ બેસ્ડ હેન્ડ સેનેટાઇઝર્સ પર 18 ટકા જીએસટી એટલે કે (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) લાગશે.
આ કંપનીની અરજી પર થયો નિર્ણય
વાત એમ છે કે એએઆરે આ નિર્ણય ગોવાની એક કંપની સ્પ્રિંગફીલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝ તરફથી દાખળ કરવામાં આવેલ અરજી પર સંભળાવ્યો છે. સ્પ્રિંગફિલ્ડ ઇન્ડિયા ડિસ્ટિલરીઝે એએઆરની ગોવા બેન્ચમાં અરજી દાખલ કરીને તેના દ્વારા સપ્લાઈ કરવામાં આવનાર સેનેટાઈઝરના ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કરવા માટે કહ્યું હતું. એવામાં એએઆરે કહ્યું કે, આ ‘આલ્કોહોલ આધારિત હેન્ડ સેનેટાઇઝર્સ’ની શ્રેણીમાં આવે છે માટે તેના પર 18 ટકા જીએસટી લાગશે.
એએઆરે સ્પષ્ટ કર્યું છે કે, ઉપભોક્તા મામલાના મંત્રાલયે હેન્ડ સેનેટાઈઝરને જીવનજરૂરી વસ્તુની શ્રેણીમાં રાખ્યું છે પરંતુ જીએસટી કાયદામાં છૂટ મળનારી પ્રોડક્ટની યાદી તેના કરતાં અલગ છે. માટે તેના પર 18 ટકા જીએસટી જ લાગુ થશે.
સરકારે કરી સ્પષ્ટતા
હેન્ડ સેનેટાઈઝર પર 18 ટકા જીએસટી લગાવવા પર સરકારે સ્પષ્ટતા કરી છે કે, સેનેટાઈઝર્સ પણ સાબુ, એન્ટી બેક્ટિરિયલ લિક્વિડ્સ, ડેટોલ અને અન્યની જેમ જ કીટાણુનાશક છે જેના પર 18 ટકા જીએસટી લાગે છે. આ મામલે નાણા મંત્રાલયે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, જુદા જુદા કેમિકલ્સ, પેકિંગ મટિરિયલ્સ અને ઇનપુટ સેવાઓ, જેનો ઉપયોગ સેનેટાઈઝર્સ બનાવવા માટે કરવામાં આવે છે તેના પર 18 ટકાના દરે જીએસટી લાગે છે. આગળ સરકારે એ પણ કહ્યું કે, સેનેટાઈઝર્સ અને તેના જેવી અન્ય વસ્તુઓ પર જીએસટી રેટ ઘટાડવાથી રેટ વ્યવસ્થમાં મુશ્કેલી ઉભી થશે અને ઘરઆંગણના ઉત્પાદકોને લાભ નહીં થાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement