શોધખોળ કરો

Interest Rate Hike: સસ્તા હોમ લોનની આશાઓને ફટકો! HDFC બેંકે MCLR વધાર્યો, જાણો કેટલો હપ્તો વધશે

HDFC Bank Loan Rate Hike: HDFC બેંકે તેના વ્યાજ દરોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. નવા દરો શનિવાર 7 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે. આ પછી ગ્રાહકોએ વધુ વ્યાજ ભરવું પડશે...

HDFC Bank Hikes Interest Rate: ખાનગી ક્ષેત્રની મોટી બેંક HDFC બેંકે તેના વ્યાજ દરોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. બેંકે વિવિધ સમયગાળા માટે મારજિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નવા દરો શનિવાર 7 સપ્ટેમ્બર 2024થી લાગુ થઈ ગયા છે. બેંકની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, બેંકે વ્યાજ દરોમાં 5 બેસિસ પોઇન્ટ્સ (BPS)નો વધારો કરવાની જાહેરાત કરી છે.

સપ્ટેમ્બર 2024માં HDFC બેંકના વ્યાજ દરો

HDFC બેંકે ત્રણ મહિનાની અવધિ માટે MCLRમાં 5 બેસિસ પોઇન્ટ્સનો વધારો કરવાની જાહેરાત કરી છે. નવા દરો 9.25 ટકાથી વધીને 9.30 ટકા થયા છે. બેંક ઓવરનાઇટ માટે 9.10 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. છ મહિનાની અવધિના લોન માટે બેંક 9.25 ટકાને બદલે 9.30 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. એક વર્ષની અવધિ માટે બેંક 9.45 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. બે વર્ષની અવધિના લોન માટે બેંક 9.45 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

ગ્રાહકો પર શું અસર પડશે?

મારજિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટમાં કોઈપણ પ્રકારના ફેરફારની સીધી અસર હોમ લોન, કાર લોન, શિક્ષણ લોનની EMI પર પડે છે. આમાં વધારાને કારણે હવે ગ્રાહકોએ પહેલા કરતા વધુ EMI ચૂકવવી પડશે. નોંધનીય છે કે મોટાભાગના દેવાદારોને લાંબા સમયથી તેમની EMI પર ઊંચા દરે વ્યાજ ચૂકવવું પડ્યું છે. આથી તેમના ખિસ્સા પર બોજો વધી રહ્યો છે.

SBIનું લોન પણ મોંઘું થયું

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક ભારતીય સ્ટેટ બેંકે ગયા મહિને તેના કરોડો ગ્રાહકોને આંચકો આપતા મારજિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં વધારાની જાહેરાત કરી હતી. બેંકે વિવિધ અવધિના MCLRમાં 10 બેસિસ પોઇન્ટ્સનો વધારો કર્યો હતો. નવા દરો ગયા મહિને 15 ઓગસ્ટ 2024થી લાગુ થયા છે. SBIનો ઓવરનાઇટ MCLR 8.20 ટકા, એક મહિનાનો MCLR 8.45 ટકા, ત્રણ મહિનાનો MCLR 8.50 ટકા, છ મહિનાનો MCLR 8.85 ટકા અને એક વર્ષનો MCLR 8.95 ટકા થઈ ગયો છે. SBI ઉપરાંત ગયા મહિને કેનેરા બેંક, યુકો બેંક અને બેંક ઓફ બરોડાના લોન પણ મોંઘા થયા છે.

આ પણ વાંચોઃ

કામની વાતઃ હોટેલ અથવા OYO રૂમમાં આધાર કાર્ડ આપતા પહેલા આ કામ કરો, તમારી વિગતો લીક નહીં થાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

Embed widget