શોધખોળ કરો

જૂની કંપની નથી આપી રહી ફોર્મ-16 તો કેવી રીતે ભરશો ITR, જાણો સરળ સ્ટેપ

આવકવેરા વિભાગે હવે કરદાતાઓની સમસ્યાઓના ઉકેલ માટે પહેલાથી ભરેલા ITR ફોર્મ્સ આપવાનું શરૂ કર્યું છે.

છેલ્લા એક વર્ષમાં ઘણા લોકોએ તેમની કંપનીઓ બદલી હશે. જો કે એમ્પ્લોયરની જવાબદારી છે કે તે તેના વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓને સંબંધિત નાણાકીય વર્ષ માટે ફોર્મ-16 પ્રદાન કરે, પરંતુ જો કોઈ કારણોસર તમારી કંપની ફોર્મ-16 આપતી નથી તો ગભરાવાની જરૂર નથી. જો નોકરી કરતી વ્યક્તિને ITR ફાઇલ કરવા માટે ફોર્મ-16ની જરૂર હોય તો પણ તમારું રિટર્ન તેના વિના પણ ફાઇલ કરવામાં આવશે. અમે તમને આ કાર્ય કેવી રીતે પૂર્ણ કરશો તેની સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

આવકવેરા વિભાગે હવે કરદાતાઓની સમસ્યાઓના ઉકેલ માટે પહેલાથી ભરેલા ITR ફોર્મ્સ આપવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં તમારી ઘણી સમસ્યાઓનો ઉકેલ આવી જ જાય છે. આ સિવાય આવકવેરા વિભાગ દ્વારા દરેક કરદાતાને ફોર્મ 26AS અને IAS આપવામાં આવે છે. આ બંને ફોર્મમાં પણ તમારી કમાણી અને રોકાણોની વિગતો રહે છે. તેમની મદદથી તમારું કામ ઘણું સરળ બની જશે.

સેલેરી સ્લીપ અને ફોર્મ 26AS

તમારી પાસે ફોર્મ 16 ન હોઈ શકે પરંતુ તમને સેલેરી સ્લિપ ચોક્કસપણે મળશે. આમાં તમે જોઈ શકો છો કે એક વર્ષમાં તમને કેટલા પૈસા ચૂકવવામાં આવ્યા છે. તમારા કપાતની જાણકારી પણ સેલેરી સ્લિપમાં આપવામાં આવી હશે.  કંપની ગમે તેટલો TDS કાપે છે, તેની વિગતો પણ સેલરી સ્લિપમાં રહે છે. આવી સ્થિતિમાં તમારા કેટલા રૂપિયા ટીડીએસ તરીકે કાપવામાં આવ્યા છે તે જોવા માટે તમારે ફોર્મ 26AS ની સેલરી સ્લિપ સાથે સરખામણી કરવી જોઈએ, કારણ કે તેની વિગતો બંનેમાં ઉપલબ્ધ છે.

તમારુ રોકાણ અને કમાણી પર નજર રાખો

જો તમારી પાસે ફોર્મ 16 નથી તો પછી તમારા બધા દસ્તાવેજો એકત્રિત કરો, જેમ કે બેન્ક સ્ટેટમેન્ટ, રોકાણનો પુરાવો, ભાડાની રસીદ વગેરે. તેનાથી તમે તમારી કમાણી અને રોકાણ જાણી શકશો. આમાં, જુઓ કે કયા કર બચત રોકાણો છે. હવે તમારા કેશ ઇન હેન્ડ સેલરીમાંથી કપાતની રકમ બાદ કરો. ધ્યાનમાં રાખો કે આમાં 50 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. આ સાથે તમે તમારી કરપાત્ર આવક જાણી શકશો.

એકવાર તમે કરપાત્ર આવક જાણ્યા પછી તમે આ આવકવેરા સ્લેબમાં આવો છો કે કેમ તે જોવા માટે તમારો સ્લેબ તપાસો. જેવી જ તમે બધી માહિતી દાખલ કરશો અને આવકવેરા વેબસાઇટ પર તેની ગણતરી કરશો. તમારે ટેક્સ આપવાનો થતો હશે તો તમારે તેની ચૂકવણી કરવી પડશે નહી તો તમને કાપવામાં આવેલ ટીડીએસનું રિફંડ મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
2000 ની નોટ પર RBI નું મોટું અપડેટ, હમણાં જ આપી મહત્વની જાણકારી, તુરંત વાંચો આ સમાચાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
ભારતમાં હવે દુબઈથી આવશે વીજળી, સમુદ્રની નીચે બિછાવાશે પાવર કેબલ, 40 હજાર કરોડ ખર્ચશે સરકાર
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Gold-Silver Rate Fall: ઈરાન-અમેરિકામાં તણાવ વચ્ચે સસ્તું થયું સોનું, ચાંદીમાં પણ ઘટાડો; જાણો લેટેસ્ટ કિંમત
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
'આતંકી અડ્ડાઓ પર ધમાકા આખી દુનિયાએ સાંભળ્યા, ઓપરેશન સિંદૂર તો માત્ર ડેમો હતો', PM મોદીનો કડક સંદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Post Office : પોસ્ટની આ સ્કીમમાં દર મહિને જમા કરો 3,500 રૂપિયા, 60 મહિના બાદ મળશે આટલા લાખ
Embed widget