શોધખોળ કરો

વિશ્વની સૌથી મોટી પાર્સલ ડિલિવરી કંપનીમાં છટણી, 12 હજાર લોકોની નોકરી જશે

Delivery Company UPS: રોજગાર મોરચે વધુ એક ખરાબ સમાચાર છે. અગ્રણી પાર્સલ ડિલિવરી કંપની UPS એ કહ્યું છે કે તેની નાણાકીય સ્થિતિ કથળી રહી છે. તેથી હજારો નોકરીઓ ઘટશે.

Delivery Company UPS: સમગ્ર વિશ્વમાં નોકરીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વિશ્વના ઘણા દેશોમાં દરરોજ વિવિધ કંપનીઓમાંથી છટણીના સમાચાર આવે છે. હવે વધુ એક નિરાશાજનક સમાચાર સામે આવી રહ્યા છે કે વિશ્વની સૌથી મોટી પાર્સલ ડિલિવરી કંપની યુનાઈટેડ પાર્સલ સર્વિસ (UPS) 12,000 થી વધુ લોકોને તેમની નોકરીમાંથી છટણી કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય કંપની તેના ટ્રક ફ્રેઈટ બ્રોકરેજ બિઝનેસ કોયોટ માટે પણ આકરા નિર્ણયો લેવાનું વિચારી રહી છે.

યુપીએસના શેરમાં ભારે ઘટાડો

યુનાઇટેડ પાર્સલ સર્વિસે વર્ષની આવક અપેક્ષા કરતાં ઓછી રહેવાનો અંદાજ મૂક્યો હતો. આ પછી યુપીએસના શેરમાં 6.3 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ કેરોલ ટોમે કહ્યું કે ગત વર્ષ મુશ્કેલ અને નિરાશાજનક હતું. UPS એ તેના તમામ બિઝનેસ સેગમેન્ટ્સમાં વોલ્યુમ, રેવન્યુ અને ઓપરેટિંગ પ્રોફિટમાં ઘટાડો નોંધ્યો છે.

$1 બિલિયનનો ખર્ચ ઘટાડવાનો લક્ષ્યાંક

હવે કંપનીનો ધ્યેય $1 બિલિયનનો ખર્ચ ઘટાડવાનો છે. યુપીએસની સ્થિતિ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિનો સંકેત માનવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, 2024ના બીજા છમાસિક ગાળા સુધી સ્થિતિ સુધરવાની કોઈ આશા નથી. અંદાજ મુજબ, કંપનીની સંપૂર્ણ વર્ષની આવક $92 બિલિયન અને $94.5 બિલિયનની વચ્ચે હશે. નિષ્ણાતોએ કંપનીની આવક આશરે $95.57 બિલિયન હોવાનો અંદાજ મૂક્યો હતો.

શ્રમ ખર્ચનું દબાણ વધી રહ્યું છે

કંપનીના સીએફઓ બ્રાયન ન્યુમેનના જણાવ્યા અનુસાર ટીમસ્ટર્સ યુનિયન સાથેના નવા કરારને કારણે તેની મજૂરી ખર્ચ વધી રહ્યો છે. આ સિવાય તેના સરેરાશ ઓર્ડર પણ ઘટી રહ્યા છે. ન્યુમેનના જણાવ્યા અનુસાર, અમારું ઓપરેટિંગ માર્જિન પ્રથમ ક્વાર્ટરમાં સૌથી ઓછું રહેવાની ધારણા છે. શ્રમ સમસ્યાઓના કારણે, FedEx જેવી કંપનીઓએ UPSના 60 ટકા બિઝનેસ પર કબજો કર્યો હતો. કંપની તેને ફરીથી મેળવવામાં સફળ રહી છે. જોકે, ગ્રાહકો હવાઈ સેવાઓ કરતાં અન્ય ડિલિવરી વિકલ્પોને પસંદ કરી રહ્યા છે. તેનાથી UPS અને FedEx બંને પર દબાણ વધી રહ્યું છે.

કંપનીના બિઝનેસમાં સતત ઘટાડો

UPSના આંતરરાષ્ટ્રીય એર-આધારિત સેગમેન્ટ અને ટ્રક બિઝનેસમાં ચોથા ક્વાર્ટરમાં અનુક્રમે 6.9 ટકા અને 7.3 ટકાનો ઘટાડો થયો છે. કંપનીની ત્રિમાસિક આવક એક વર્ષ અગાઉ $27 બિલિયનથી ઘટીને $24.9 બિલિયન થઈ છે. કંપનીનો નફો પણ ગયા વર્ષે શેર દીઠ $3.62 થી ઘટીને $2.47 થયો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસેSurendranagar News: સુરેન્દ્રનગરના પાટડીમાં યોજાનાર રેલી પહેલા ખેડૂતોએ હનુમાનજી મંદિરમાં કરી આરતીBhavnagar news: ભાવનગરના ચાવડી ગેટ વિસ્તારમાં મારામારીના લાઈવ દ્રશ્યો આવ્યા સામે, Video ViralHun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates:  કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
Weather Updates: કાળઝાળ ગરમીમાં શેકાશે ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાત, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
Kolkata Earthquake: બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ, કોલકત્તા સહિત અનેક શહેરોમાં અનુભવાયા આંચકા
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
પાંચમાથી ત્રણ કેન્સર દર્દીઓનું સારવાર દરમિયાન થઇ જાય છે મોત, રિસર્ચમાં થયો ખુલાસો
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ પર UNમાં પ્રસ્તાવ પાસ, રશિયાનો પક્ષ લઇ અમેરિકાએ ચોંકાવ્યા
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
Champions Trophy: પાકિસ્તાન-બાંગ્લાદેશ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર ફેંકાયા, ભારત-ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
'બંધારણ હેઠળ વ્યક્તિની સ્વતંત્રતા એક અમૂલ્ય અધિકાર', સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
Champions Trophy 2025: ઇગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયો આ ફાસ્ટ બોલર
Champions Trophy 2025: ઇગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થયો આ ફાસ્ટ બોલર
Embed widget