(Source: ECI/ABP News/ABP Majha)
હોલમાર્કિંગના નવા નિયમનો અમલ શરુ, 49,999 થી ઉપરની જ્વેલરીની ખરીદારી કરશો તો KYC ફરજિયાત
આજથી હોલમાર્કિંગના નવા નિયમનો અમલ શરુ થયો છે. જૂલાઈ 2021ના પહેલાના જુના દાગીનાના હોલ માર્કિંગને પણ હવે નવા એચયુઆઇડી વાળા હોલમાર્ક કરવા પડશે.
અમદાવાદ: આજથી હોલમાર્કિંગના નવા નિયમનો અમલ શરુ થયો છે. જૂલાઈ 2021ના પહેલાના જુના દાગીનાના હોલ માર્કિંગને પણ હવે નવા એચયુઆઇડી વાળા હોલમાર્ક કરવા પડશે. નવા નિયમ અનુસાર જૂના દાગીનાનું ટ્રેકિંગ થશે અને ગ્રાહકો સાથે છેતરપિંડીની શક્યતા નહિવત રહેશે. પરંતુ સોનામાં માત્ર હોલમાર્કિંગમાં જ નવો નિયમ નથી આવ્યો આ સિવાય પણ કેવાયસીને લઈને પણ આજથી નવો નિયમ અમલીકરણ થયો છે. જેમાં 49,999 થી ઉપરની જ્વેલરીની ખરીદારી કરશો તો તમારે તમારો કેવાયસી આપવો ફરજિયાત રહેશે. જેમાં ગ્રાહકને પોતાનું પાનકાર્ડ આધારકાર્ડ જેવી વિગતો આપવાની રહેશે.
અત્યાર સુધી આ કેવાયસી નો જે નિયમ હતો તે બે લાખ ઉપરની ખરીદારી ઉપર કરવામાં આવતું હતું પરંતુ હવે આ નવો નિયમ લાગુ થયો છે. અહીં ગ્રાહક બે લાખના રોકડા રકમથી ખરીદારી કરી શકે છે પરંતુ બે લાખથી ઉપરની ખરીદી કરવાની હોય તો તેમને ડિજિટલ અથવા બેંક સ્વરૂપે જ પેમેન્ટ કરવાનું રહેશે. વર્ષ દરમિયાન જો 10 લાખની વધુ રકમની ખરીદારી પર RBI ને જાણ કરવાની રહેશે.
Gold Hallmarking: આ જ્વેલર્સને જૂન સુધી જૂના હોલમાર્કવાળા દાગીના વેચવા માટે સરકારે આપી મંજૂરી
ગ્રાહક સંબંધિત મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે અંતર્ગત કેટલાક જ્વેલર્સને આગામી ત્રણ મહિના માટે તેમના જ્વેલરી સ્ટોક વેચવાની મંજૂરી આપવામાં આવી છે. જાણો કોને મળી છે રાહત.
આજથી 1 એપ્રિલ, 2023થી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. હવે કોઈપણ સોનાના દાગીનાને વેચવા માટે તેના પર 6 અંકનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) હોવો જરૂરી છે. જો કે, ગઈકાલે સરકારે એવા જ્વેલર્સને રાહત આપી છે જેમણે તેમના સ્ટોક વિશે અગાઉ માહિતી આપી હતી અને તેઓ આગામી ત્રણ મહિના સુધી તેમના જ્વેલરી સ્ટોકનું વેચાણ કરી શકે છે. જાણો શું રાહત આપી છે.
BISએ માર્ચમાં આપી હતી જાણકારી
માર્ચમાં માહિતી આપતી વખતે, બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ કહ્યું હતું કે નવા નાણાકીય વર્ષમાં, કોઈ પણ દુકાનદાર 6 અંકના હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન (HUID) વિના સોનાના ઘરેણાં વેચી શકશે નહીં.
આ જ્વેલર્સને વધુ 3 મહિનાનો સમય મળ્યો છે
સોનાના દાગીના માટે છ-અંકની 'આલ્ફાન્યુમેરિક HUID' (હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) સિસ્ટમ લાગુ કરવાના એક દિવસ પહેલા સરકારે જ્વેલર્સને મોટી રાહત આપી છે. સરકારે શુક્રવારે લગભગ 16,000 જ્વેલર્સને જૂન સુધી 'ઘોષિત' સોનાની જૂની હોલમાર્કવાળી જ્વેલરી વેચવાની મંજૂરી આપી હતી. આ રીતે તેને વધુ ત્રણ મહિનાનો સમય મળી ગયો છે. જો કે, આ છૂટ માત્ર જુલાઈ 2021 પહેલા બનાવેલી જ્વેલરી પર જ લાગુ થશે. આ સંદર્ભમાં, જ્વેલરી ઉદ્યોગના સંસ્થાઓ સાથેની તાજેતરની બેઠક પછી, ગ્રાહક બાબતોના મંત્રાલયે એક સૂચના બહાર પાડી છે. આ રાહતની જાહેરાત કરી હતી.