શોધખોળ કરો

1લી સપ્ટેમ્બરથી Cheque પેમેન્ટ માટે લાગુ થઈ Positive Pay System, જાણો કેવી રીતે કામ કરે છે અને શું છે આ સિસ્ટમ

1લી સપ્ટેમ્બરથી અમલમાં આવેલી પોઝિટિવ પે સિસ્ટમ રૂ .50,000 થી ઉપરની કિંમતના ચેક પર લાગુ થાય છે.

Positive Pay System: 1 સપ્ટેમ્બર 2021થી ચેકના ઉપયોગ અંગે Positive Pay System લાગુ કરવામાં આવી છે. ચેક પેમેન્ટ સંબંધિત છેતરપિંડી અટકાવવા માટે ભારતીય રિઝર્વ બેંક આ સિસ્ટમ લાવી છે. પરંતુ આ સિસ્ટમ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે?

પોઝિટિવ પે સિસ્ટમ શું છે

(A) અગાઉ ચેક પેમેન્ટની સિસ્ટમ શું હતી

1લી સપ્ટેમ્બરથી અમલમાં આવેલી પોઝિટિવ પે સિસ્ટમ રૂ .50,000 થી ઉપરની કિંમતના ચેક પર લાગુ થાય છે. આ પોઝિટિવ પે સિસ્ટમને સમજતા પહેલા, તે સમજવું પડશે કે ચેક દ્વારા ચુકવણીની આખી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. ધારો કે મારું એકાઉન્ટ એસબીઆઈમાં છે અને તમારું એક્સિસ બેંકમાં છે. મેં કોઈ કામ માટે તમને 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે.

તમે આ ચેક તમારી બેંક એટલે કે એક્સિસ બેંકને આપ્યો. એક્સિસ બેંક આ ચેક મારી બેંક એટલે કે એસબીઆઈને સીટીએસ (Cheque Truncation System) દ્વારા મારી બેંક એટલે કે SBIને બતાવશે. એસબીઆઈ તે ચેકમાં દર્શાવેલ રકમ તમારી એક્સિસ બેંકને આપશે, અને તમને રૂપિયા મળી જશે.

(B) હવે શું કરવું?

હવે અહીં છેતરપિંડીનો અવકાશ એ છે કે ધારો કે મેં તમને 1 લાખનો ચેક આપ્યો છે, જો તમે કોઈક રીતે તેમાં ગોટાળો કરીને 10 લાખનો ચેક બનાવ્યો છે, તો તે મારા માટે મુશ્કેલ હશે. હવે નવી Positive Pay Systemમાં જ્યારે હું કોઈને પણ ચેક આપીશ, ત્યારે તમારે ચેક આપવાની સાથે આ ચેકની સંપૂર્ણ વિગતો મારી બેંક (આ કિસ્સામાં એસબીઆઈ) ને આપવાની રહેશે. જેમ કે ચેકની તારીખ, લાભાર્થીનું નામ, ખાતા નંબર, કુલ રકમ અને અન્ય જરૂરી માહિતી બેંકને આપવાની રહેશે.

જ્યારે તમે મારો આપેલ ચેક તમારી બેંક (એક્સિસ બેંક) ને આપો, ત્યારે તે CTS મારફતે મારી બેંક એટલે કે SBI ને મોકલશે. SBI મારા દ્વારા મોકલેલી વિગતો સાથે આ ચેકની માહિતીને મેચ કરશે. જો વિગતો મેળ ખાતી હોય, તો તે ચેક ક્લીઅર કરશે, અન્યથા ચેક નકારવામાં આવશે.

બેંકને ચેક વિશે કેવી રીતે જણાવવું

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે હું મારી બેંકોને કોઈપણ ચેક વિશે માહિતી કેવી રીતે આપીશ? તો આ માટે તમે મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. જો તમે મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરતા નથી, તો તમે બેંકની વેબસાઈટ અથવા એસએમએસ દ્વારા પણ તમારી બેંકની માહિતી આપી શકો છો.

કઈ બેંકોને લાગુ પડે છે

તમને જણાવી દઈએ કે RBI એ 1 જાન્યુઆરી, 2021 થી પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરી હતી. બેંકો ધીમે ધીમે તેને ઘણા તબક્કામાં લાગુ કરી રહી છે. 1 સપ્ટેમ્બર, 2021થી એક્સિસ બેન્કે આ સિસ્ટમને ફરજિયાત બનાવી દીધી છે. પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક જેવી મોટી બેંકો તેને અહીં પહેલેથી જ લાગુ કરી ચૂકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Patidar : પાટીદાર યુવાનોમાં દારૂના દૂષણ પર PSIના નિવેદનના ઘેરા પ્રત્યાઘાતKarjan Palika Election : કરજણમાં નિશાળિયાની ધમકી પર ચૈતરનો હુંકાર, ... તો 48 નંબરનો હાઈવે બંધ થઈ જશેOpposition Protests In Parliament : ભારે હોબાળા બાદ લોકસભા અને રાજ્યસભામાં બંને સ્થગિતHun To Bolish : હું તો બોલીશ : સાયરનની શેખી કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
રાજ્યસભામાં વકફ બોર્ડ પર JPC રિપોર્ટ રજૂ, ખડગેએ કહ્યું- ‘સમિતિએ અમારી વાત નથી સાંભળી’
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
IPL: વિરાટ કોહલી નહીં આ ખેલાડીને RCB એ બનાવ્યો કેપ્ટન, નામ જાણીને ચોંકી જશો
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
General Knowledge: પાકિસ્તાની હવાઈ સ્પેસમાં પહોંચ્યું પીએમ મોદીનું વિમાન! જાણો હવામાં કેવી રીતે થાય છે PMની સુરક્ષા
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Gujarat: સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીને લઈ મોટા સમાચાર, આ નિયમમાં કરાયો સુધારો
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Dark Chocolate: આ લોકોએ આજથી ​​જ ડાર્ક ચોકલેટ ખાવાની છોડી દેવી જોઈએ, સ્વાસ્થ્યને પહોંચાડે છે ગંભીર નુકસાન
Health Tips: આ લીલા શાકભાજીથી યુરિક એસિડ થશે સાફ, જાણી લો નામ
Health Tips: આ લીલા શાકભાજીથી યુરિક એસિડ થશે સાફ, જાણી લો નામ
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
PM Modi: અમેરિકા પહોંચ્યા વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે કરશે બેઠક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની  પત્નીને PM મોદીએ  આપી આ અનોખી ભેટ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ગળે મળ્યાં અને પ્લેન સુધી છોડવા ગયા, મેક્રોનીની પત્નીને PM મોદીએ આપી આ અનોખી ભેટ
Embed widget