શોધખોળ કરો
Advertisement
આ દિગ્ગજ બેંકે પોતાના ગ્રાહકોને આપી ન્યૂ યર ગિફ્ટ, લોનના વ્યાજ દરમાં કર્યો ધરખમ ઘટાડો
એસબીઆઈએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ), હાઉસિંગ અને રિટેલ લોનના ફ્લોટિંગ રેટને ઈબીઆર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્હીઃ નવું વર્ષ આવી રહ્યું છે અને તમામ કંપનીઓ પોતાના ગ્રાહકોને ન્યૂ યર ગિફ્ટ આપી રહી છે. આ જ ક્રમમાં દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસેબીઆઈએ પોતાના ગ્રાહકોને નવા વર્ષે એક મોટી ભેટ આપી છે. એસબીઆઈએ લોનના વ્યાજ દરમાં ભારે ઘટાડો કરીને ગ્રાહકોના ગજવા પર પડતો હપ્તોનો ભાર ઓછો કર્યો છે.
સબીઆઈએ 1લી જાન્યુઆરીથી એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ડ રેટ (EBR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ વ્યાજનો દર 8.05 ટકાથી ઘટીને 7.80 ટકા પર આવી જશે.
એસબીઆઈએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (એમએસએમઈ), હાઉસિંગ અને રિટેલ લોનના ફ્લોટિંગ રેટને ઈબીઆર સાથે જોડવાનો નિર્ણય કર્યો છે. તેનાથી એવા લોકોને ફાયદો થશે જેમણે ઘર અખવા કાર માટે લોન લઈ રાખી છે. એસબીઆઈના આ નિર્ણયથી દર મહિને ભરવામાં આવતા હપ્તાની રકમ ઘટી જશે.
જણાવીએ કે, આ વર્ષે ઓક્ટોબરમાં આરબીઆઈએ જાહેર કર્યું હતું કે, તમામ પ્રકારની પ્રસનલ, હોમ, રિટેલ લોન અને નાના વ્યાપારીઓને મળનારી લોનના દર એક્સટર્નલ બેંચમાર્ક અંતર્ગત આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement