શોધખોળ કરો
સરકાર ઘટાડી રહી છે 2000ની નોટ, જાણો ક્યું કારણ છે જવાબદાર
ગુરૂવારે RBIનો વાર્ષિક અહેવાલ આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવી હતી.

નવી દિલ્હીઃ સરકારે અર્થવ્યવસ્થાને કેશલેસ બનાવવાના ઇરાદાથી નોટબંધી કરી હતી પરંતુ ત્યાર બાદ રોકડ વ્યવહાર ઘટવાને બદલી વધી ગયો છે. તેનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે આ વર્ષે માચ અંત સુધીમાં બેંક નોટોનું મૂલ્ય વધીને 21,109 અબજ રૂપિયા થઈ ગયું ચે જ્યારે નોટબંધી બાદ માર્ચ 2017માં આ આંકડો 13,102 અબજ રૂપિયાનો હતો. બીજી બાજુ સરકાર બજારમાં 2000 રૂપિયાની નોટોની સંખ્યા ઘટાડી રહી છે. વાત જાણે એમ છે કે કેટલાક લોકો 200, 500 અને 2000ની નકલી નોટોનો બનાવવા સતત સક્રિય રહે છે. રિઝર્વ બેન્કના ડેટા અનુસાર નકલી નોટોનું પ્રમાણ વધી રહ્યુ છે. નાણાંકીય વર્ષ 2017-18ની સરખામણીએ આની નકલમાં 121 ટકાનો વધારો થયો છે. ગુરૂવારે RBIનો વાર્ષિક અહેવાલ આવ્યો હતો જેમાં આ જાણકારી આપવામાં આવી હતી. 2018-19 દરમિયાન બેન્કિંગ સેક્ટરમાં જપ્ત કુલ ફેક ઇન્ડિયન કરન્સી નોટ (FICN)માંથી 5.6 ટકા રિઝર્વ બેન્કે તો 94.4 ટકા બીજી બેન્કોએ ઝડપી લીધી હતી. આ તમામ આંકડાઓ ખરેખર ચોંકાનવારા છે નોટબંધીનો મુખ્ય ઉદેશ્ય જ એ હતો કે નકલી નોટો પર નિયંત્રણ લાગે પણ હાલ જે આંકડાઓ મળી રહ્યા છે તે જોતા જે લોકો આવા નકલી નોટના ધંધાઓ કરે છે તે આમજ ચાલુ છે તેમ કહી શકાય. રિઝર્વ બેન્ક નવી નોટોને જુની નોટોની જગ્યાએ લાવી ત્યારે એ દલીલ કરવામાં આવતી હતી કે જુની નોટોની નકલ કરવાનો વધારે ખતરો રહેલો છે. ત્યાર પછી નવેમ્બર 2016માં નોટબંધી થઈ. જો કે નકલી નોટો આજે પણ સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે જેના કારણે સરકારે ધીરે ધીરે 2000ની નોટોની સંખ્યા ઘટાડવાનો નિર્ણય કર્યો છે.
વધુ વાંચો





















