શોધખોળ કરો
Advertisement
નીતિન પટેલે ભાજપ કાર્યકરોને કહ્યુંઃ આપણે જેલો પણ મોટી બનાવી છે, હું ધમકી નથી આપતો પણ ચેતવું છું કે સુધરી જજો..........
નિતિન પટેલે કલોલ ભાજપનાં નેતાઓને ટકોર કરી હતી અને કહ્યું ખેંચાખેંચી ના કરતા. આજે ઢોલ વાગ્યા એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા પણ વગાડો. પછી આ આવ્યો અને ના આવ્યો, મને બોલાવ્યો ન બોલાવ્યો એવું ના કરતાં.
ગાંધીનગરઃ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કલોલ ખાતે આરોગ્ય કેન્દ્રના લોકાર્પણ માટે આવ્યા હતા. આ સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ફરી એક વખત રમુજી સ્વભાવ જોવા મળ્યો હતો. ચાલુ સ્પિચે નીતિન પટેલનું માઇક બગડ્યું હતું. ચાલુ નવું માઇક આવ્યાં બાદ નીતિન પટેલે કહ્યું, આ હોસ્પિટલમાં પણ આવુ જ થશે. ખરાબ થયેલ લોકો હોસ્પિટલમાં આવશે અને સાજા થઇને જશે. આ સમયે તેમણે કાર્યકરો અને નેતાઓને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ટકોર કરી હતી.
નિતિન પટેલે કલોલ ભાજપનાં નેતાઓને ટકોર કરી હતી અને કહ્યું ખેંચાખેંચી ના કરતા. આજે ઢોલ વાગ્યા એવા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા પણ વગાડો. પછી આ આવ્યો અને ના આવ્યો, મને બોલાવ્યો ન બોલાવ્યો એવું ના કરતાં. હવે કડક કાયદાઓ બન્યાં છે. લુખ્ખાગીરી- ગુંડાગીરી નહીં ચાલે. આપડે જેલો પણ મોટી બનાવી દીધી છે. હું ધમકી નથી આપતો ચેતવું છું આવું હોય તો સુધરી જજો.
નીતિન પટેલ ઉમેર્યું હતું કે, એક પણ નાનામાં નાનો તાલુકો બાકી નથી કે સીએચસી કેન્દ્ર ન હોય. કલોલમાં જુના અને જીર્ણ મકાનમાં ચાલતું હતું. હું તો પાડોશી છું, કડીનો છું. મારી પાસે હકથી માંગી શકો. તમે વારંવાર ભુલા પડી જાઓ છો, હવે આપણે સાથે ચાલવાનું છે. મહેસાણાવાળાની છાતી ગજગજ ફૂલે છે કે નરેન્દ્ર મોદી જિલ્લાના છે.
તમારે છાતી ગજ ગજ ફુલાવાની કે સાંસદ અમિત શાહ છે. સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઢોલ વગાડવાના છે. કોઈએ ખેંચાખેંચી કરવાની નથી બધાએ સાથે રહેવાનું છે. નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં સમયમા ગરીબોને સારવાર ન્હોતી મળતી. ગરીબી સારવાર વગર જ ગુજરી જતા હતાં. સારવારનો ખર્ચ જ એટલો થતો કે ગરીબો દેવાદાર બની જતા હતાં. કોંગ્રેસે ગરીબો જે છેતરાયા છે કંઇ કામ કર્યું નથી. આજે ભાજપ સરકારે મા વાત્સલ્ય યોજના થકી ગરીબોની સારવાર ફ્રી કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion