Gandhinagar: રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને 29 મામલતદારોની બદલી
Gandhinagar: રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.
Gandhinagar: રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્યના 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.
હાલમાં બોટાદ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ફરજ બજાવતા પરેશકુમાર ટી પ્રજાપતિની ડીસી-એનએ, અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. મહિસાગર જિલ્લામાં ડેપ્યુટી ડીઇઓ તરીકે ફરજ બજાવતા કુંજલ કે શાહની ડીસી-એલઆર, O/o કલેક્ટર, અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી. આણંદ જિલ્લાના બોરસદમા પ્રાન્ત ઓફિસર એચ.ઝેડ. ભાલિયાની બદલી આણંદ જિલ્લાના ઝાલોદમાં પ્રાન્ત ઓફિસર તરીકે કરવામાં આવી છે. હાલમાં જૂનાગઢ ડેપ્યુટી ડીડીઓ તરીકે ફરજ બજાવતા ચાંદની પરમારની રાજકોટ જિલ્લા રાજકોટ શહેર-1માં પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પ્રાન્ત ઓફિસર તરીકે ફરજ બજાવતા વિરેન્દ્ર.એસ. દેસાઇની અમદાવાદ જિલ્લાના વિરમગામના પ્રાન્ત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી હતી.
તે સિવાય લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યના 29 મામલતદારોની પણ બદલી કરવામાં આવી હતી. રાજ્યના રેવન્યુ વિભાગે બદલી કરી હતી. તાત્કાલિક અસરથી તમામની બદલીના આદેશ આપ્યા હતા.
અમદાવાદના સીટી વેસ્ટ, સાબરમતીના મામલતદાર નિલેશ.બી. રબારીની ખેડા જિલ્લાના ગળતેશ્વર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના જેતપુરના મામલતદાર ડોક્ટર એ.પી. અંતાલાની બદલી અમરેલી જિલ્લાના ખંભાના મામલતદાર તરીકે બદલી કરવામાં આવી હતી.