શોધખોળ કરો

Gandhinagar: મહિલાઓ સામેના ગુનાઓમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે? જાણો વિગત

Latest Gandhinagar News: મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે.

Gandhinagar News:   વિધાનસભા ગૃહમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. જે મુજબ મહિલા સલામતિ અંગે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. મહિલાઓ વિરૂદ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં મહિલા સુરક્ષાના વિષયમાં ગંભીરતા પૂર્વક કામગીરી કરીને મહિલા વિરુધ્ધના ગુનાઓને નિયંત્રિત કરવામાં ખૂબ સફળતા મેળવી છે, આશરે ૨૯ કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે.

ડ્રગ્સ સામેનું અભિયાન આજથી જંગ તરીકે લડાશે. ડ્રગ્સની દરીયાઇ સરહદો પરની દુશ્મન દેશ સાથેની લડાઇ હવે ગલી ગલી સુધી પહોંચશે. સીઆઇડી ક્રાઇમમાં રાજયમાં પ્રથમ વાર પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.

  • રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં ૧૦ મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવા ગૃહ રાજ્ય મંત્રીએ યોજના જાહેર કરી છે, આ માટે ૧૧૦૦ નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યને ડાયલ ૧૧૨માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  • શોધ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ત્રણ તબક્કામાં અપગ્રેડ કરાશે, પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્ષ્પર્ટની જગ્યા ઉભી કરાશે.
  • ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ / એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે.
  • ત્રિશુળ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાયબર યુનીટ બનાવવામાં આવશે.
  • સુગમ યોજના હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા ૧,૦૦૦ ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો તરફની ઝીરો ટૉલરન્સ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જુથ-૨, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એકશન ફોર્સ તરીકે વિકસાવવામાં આવશે.

હિંસાત્મક ગુનામાં ગુજરાત કેટલામાં સ્થાને?

મંત્રી હર્ષ સંઘવીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-૨૦૨૨ માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, ૩૬ રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં ૩૧માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં ૩૩માં ક્રમે ( ગુજરાતની પાછળ જે રાજ્યનો ક્રમ આવે છે તેની વસતિ રાજ્યના એક મહાનગર જેટલી છે ), બાળકો સામેના ગુનાઓમાં ૨૭માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં ૩૦માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં ૨૮માં ક્રમે, આર્થિક ગુનાઓમાં ૩૩માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.

તેમણે કહ્યુ કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો મોનીટરીંગ સેલ, ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનમાં વિશેષ જગ્યા, સ્પેશીયલ પી.પી., સ્પેશીયલ કોર્ટ/ફાસ્ટેક કોર્ટ, ૨૪*૭ ‘‘અભયમ’’ મહિલા હેલ્‍પ લાઇન ‘૧૮૧’, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO પોર્ટલ, સીનીયર સીટીજન સેલ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે.

ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક ૨૭મો

મીસીંગ ચાઇલ્ડ કામગીરી અંગે કહ્યુ કે, સમગ્ર ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક ૨૭મો છે. વર્ષ-૨૦૨૩ માં કૂલ-૭૫૧ બાળકો શોધવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ-૨૦૦૭થી તા.૩૧મી ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં ૫૯,૦૪૮ ગુમ/અપહરણ પૈકી કુલ ૫૬,૫૮૫ બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેથી બાળકો શોધવાની ટકાવારી ૯૫.૮૩ ટકા છે.

મંત્રી  હર્ષ સંઘવીએ નાસતા ફરતા આરોપીઓ અંગે ગુજરાત પોલીસે કરેલી બેનમૂન કામગીરી અંગે કહ્યુ કે, વર્ષ-૨૦૨૩માં આશરે ૨૭૮૯ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાંથી ૨૦ વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા ૭૮ આરોપીઓ, ૧૫ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા ૮૭ આરોપીઓ, ૧૦ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા ૧૫૯ આરોપીઓ અને પાંચ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા ૨૮૬ આરોપીઓનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget