Gandhinagar: ગાંધીનગરના સરગાસણમાં જુગારધામ પર પોલીસના દરોડા, પોલીસ કોન્સ્ટેબલ સહિત છ જણા જુગાર રમતા ઝડપાયા
Gandhinagar: ગાંધીનગરમાં જુગારધામનો પર્દાફાશ થયો હતો
Gandhinagar: ગાંધીનગરમાં જુગારધામનો પર્દાફાશ થયો હતો. મળતી જાણકારી અનુસાર શહેરના શિવાંજલી ફ્લેટની ઑફિસમાં પોલીસે દરોડા પાડી જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે પાંચ બિલ્ડર અને એક કોન્સ્ટેબલને જુગાર રમતા ઝડપી લીધા હતા. માધુપુરા પોલીસના કર્મચારી નારણ ચૌધરી જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રોકડ રકમ સહિત 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ગાંધીનગરના સરગાસણમાં બિલ્ડરની ઓફિસમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડ્યા હતા. બિલ્ડર અને માધુપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેંબલ મળીને 6 જુગારીઓ ઝડપાયા હતા. 86 હજારની રોકડ, 6 મોબાઈલ ફોન અને ત્રણ ગાડીઓ સહિત કુલ 27 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસને માહિતી મળ્યા બાદ સરગાસણમાં આવેલી બિલ્ડરની ઓફિસમાં દરોડા પાડ્યા હતા જ્યા રાકેશ પટેલ, રાકેશ સોની, નિરજ પ્રબદાણી, હાર્દિક પંડયા, રામ દેસાઈ અને કોન્સ્ટેબલ નારણભાઈ ચૌધરી પટેલ જુગાર રમતા ઝડપાયા હતા. ગાંધીનગર સેકટર 7 પોલીસે ગુનો નોંધ્યો અને તમામને જામીન પર મુકત કર્યા હતા.
આ અંગે સેકટર - 7 પીઆઈ ચૌહાણે જણાવ્યું હતું કે, રાકેશ પટેલ, રાકેશ સોની, નિરજન પ્રબદાણી, હાર્દિક પંડ્યા પાર્ટનરો છે. જ્યારે રામજી દેસાઈ માણસાની સ્કૂલમાં શિક્ષક છે. તેમજ નારણ ચૌધરી અમદાવાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
ભાવનગરની ઘોઘા પોલીસના સ્ટાફની મુશ્કેલીમાં વધારો થયો છે. જુગારધામ ચલાવવા હપ્તાખોરીના આરોપ પર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વીડિયો વાયરલ થતા ભાવનગર DySPએ તપાસ શરૂ કરી હતી. સાત દિવસમાં વીડિયોના આધારે તપાસ કરી કાર્યવાહી કરાશે.
નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં જુગાર ધામ બહાર આવ્યું છે તેમાં તળાજા નેશનલ હાઈવે પર આવેલી એક ખાનગી વિદ્યાપીઠમાં તેનો માલિક પોતાના આર્થિક લાભ માટે જુગારીઓને બોલાવીને જુગાર રમાડીને કમિશન મેળવતો હતો. જે બાતમીના આધારે તળાજા પોલીસે રાત્રિના સમયે રેડ કરીને કુલ સાત જુગારીઓની ધરપકડ કરી છે. પકડાયેલા જુગારીઓ વિરુદ્ધ પોલીસે જુગાર ધારાની કલમ ચાર અને પાંચ મુજબ ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ખાનગી વિદ્યાપીઠનો માલિક દલપત કાતરીયા ભાવનગરથી મોટા માથા અને વેપારીઓને પોતાની શાળામાં જ જુગાર રમાડવા માટે બોલાવતો હતો.